Main Menu

ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા સંચાલિત આદિવાસી કુમાર છાત્રાલય લવચાલીના વિધાર્થીઓ અંધકારમય જીવન જીવી રહ્યા છે 

ડાંગ જિલ્લો અત્યંત દુર્ગમ અને આદિવાસી  વિસ્તાર ધરાવતો  જિલ્લો છે. આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા છાત્રાલય માં રહીને  નજીક ની શાળા મા અભ્યાસ કરે તે માટે છાત્રાલયો  શરૂ કરવામાં આવી છે. પરંતુ ડાંગ જિલ્લાના લવચાલી  ગામે આવેલ ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા સંચાલીત આદિવાસી કુમાર છાત્રાલયમાં  રહેતા આદિવાસી વિદ્યાર્થીઓ પેટ નો ખાડો પુરવા માટે જાતે રસોઈ બનાવવાનું, વાસણો ધોવાનું ,ગુણવત્તા વગરનું ભોજન અને છત્રાલયમાં શૌચાલય ના હોવાથી શૌચ ક્રિયા માટે બહાર જવા જંગલ ના  વિસ્તારમાં જવા માટે મજબુર  થયા છે બાળકો જાતે જ રસોઇ કરે છે કલ્લાકો સુધી કામ કરવું પડે છે જેથી શાળાએ જવાનું પણ વિધાર્થીઓ ને મોડુ થાય છે જેના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે તેમ છતાં બાળકોને વાસણો પણ જાતેજ ધોવા પડે છે  ડાંગ જિલ્લામાં  આદિવાસી  વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે હેતુથી  સરકાર દ્વારા  ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા દ્વારા આ છાત્રાલય બનાવવામાં આવી છે.છત્રાલયમાં તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે.છાત્રાલય અને શાળામાં ફરતે કમ્પાઉન્ડ વોલ પણ નથી જેથી વિધાર્થીઓએ એમજ રહેવું પડે છે છાત્રાલયમાં  રહેતા  વિદ્યાર્થીઓને મળતી સુવિધાનું નિરીક્ષણ જવાબદાર અધિકારીઓ એ દર માસે કરવાનું  હોય છે પરંતુ અદિકારીઓ પણ વિઝીટ  કરતા નથી એવુ લાગી રહ્યુ છે મકાન જર્જરિત હાલતમાં છે. જેથી વરસાદમાં  સુવાના ઓરડામાં પાણી ટપકતાં વિધાર્થીઓનો બીસ્તરો પણ ભીંજાઈ જાય છે જેથી કપરી પરિસ્થિતિમાંથી બાળકોએ પસાર થવું પડે છે સરકાર ના સો ટકા શૌચાલય ના રિપોર્ટ કાગળ ઉપર બતાવે છે.પરંતુ આજે પણ આ છાત્રાલયો માં રહેતા છાત્રો બહાર ખુલ્લા માં શોચક્રીયા માટે જાય છે.અવાર નવાર છાત્રાલય માં સુવિધા ની માંગ કરાઈ છે પરંતુ કોઈ અધિકારીનું ધ્યાન  નથી ગયુું અને મજબૂરી હેઠળ જીવ ના જોખમ થી છાત્રાલયો માં આદીવાસી છાત્રો રહી રહ્યા છે. સરકાર  ગતિશીલ ગુજરાતના દાવા  કરે છે  પરંતુ આદિવાસી વિસ્તારોમાં માં હકીકત કઈક  અલગ છે। .  સરકાર આદીવાસી ના વીકાસ માટે મોટા મોટા દાવાઓ  કરે છે પરંતુ આ વિસ્તાારમાં પરિસ્થિતિ તદ્દન વિપરીત છે.જો સુવિધાઓ આપવામાં આવે પણ છે પણ સરકાર જેટલી સુવિધા આપે છે એટલી સુવિધા શું ત્યાં પહોંચતી હશે? એ એક સવાલ પણ ઉભો થયો છે

(જીલ્લા પંચાયત પ્રમુખશ્રી) – રૂબરૂ મુલાકાત કરતાં જણાવ્યું હતું કે જીલ્લા પંચાયત સંચાલિત ચાલતી લવચાલી કુમાર છાત્રાલય માં છાત્રાલયના મકાન ખુબજ જર્જરીત હાલતમાં છે પોતે પણ નિરીક્ષણ કરેલ છે તથા સંડાસ બાથરૂમ તેમજ પટાવાળા /રસોયાની પણ સતત ખાલી જગ્યા છે જે પૂર્વ શિક્ષણ વિભાગમાંથી પટાવાળા રસોયાઓના ઓડરો કાઢવામાં આવેલ હતા એ ઓડરો ખોટા હતા જે ઓડરો કેન્સલ કરી નવી ભરતી કરવા શિક્ષણ અધિકારી શ્રી ને આદેશ કરેલ છે તથા હોસ્ટેલના મકાન તથા સંડાસ બાથરૂમ બનાવવા લાગતા વળગતા વિભાગ ને લેખિતમાં રજૂઆત કરેલ છે અ પુરતી સુવિધા ની સમસ્યા ટુંક સમયમાં દુર થઈ જશે