Main Menu

તાલુકા મથક ખાતે થી નવનિયુક્ત પીએસઆઇ ડેરીયા એ ઠેર ઠેર દારૂ ના અડ્ડે દરોડા પાડયા

સુપ્રસિદ્ધ યાત્રા ધામ સુબીર તાલુકા મથક ખાતે થી નવનિયુક્ત પીએસઆઇ ડેરીયા એ ઠેર ઠેર દારૂ ના અડ્ડે દરોડા પાડયા સુબીરના એક કુખીયાત બુટલેગર ને ઝડપી પાડતા બુટલેગરો માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો

મળતી માહિતી મુજબ ગુજરાત ના સુપ્રસિધ્ધ યાત્રા ધામ સુબીર ખાતે નવનિયુક્ત પીએસઆઇ સલીમ ડેરીયા એ સુબીર તાલુકા મથક ખાતે જુદા જુદી જગ્યાએ દારૂ નુ ખુલ્લે આમ વેચાણ કરતા બુટલેગરો ને ત્યા દરોડા પાડતા સુબીર ના કુખીયાત બુટલેગર ને જેલ ના સળીયા પાછળ ધકેલી દેતા બુટલેગરો માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો હાલ થોડા દિવસ અગાઉ સુરત થી સહેલાગે આવેલ ટયુશન કલાસીસ ના બાળકો ની લક્ઝરી બસ નો મહાલ નજીક દારૂ ના નશા માં ચાલકે અકસ્માત સર્જાયો હતો જેમાં નિર્દોષ 10 બાળકો નો જીવ હોમાયો હતો. જે દુઃખદ ધટના ને ધ્યાને રાખી રેંજ આઇ જી ડો.રાજકુમાર ના લોક દરબાર માં દારૂ નો કડક અમલ કરવા માટે સુચના અપાઈ હતી જેમાં ડાંગ જિલ્લાના પોલીસ વડા ના મદદનીશ તરીકે ફરજ બજાવતા પ્રામાણિક પીએસઆઇ સલીમ ડેરીયા ને આઇજી ની સુચના થી તાત્કાલિક ધોરણે સુબીર તાલુકા મથક ના પોલીસ મથકે નિમણૂક કરવા માં આવી હતી જે બાદ પીએસઆઇ ડેરીયા એ સુબીર પોલીસ મથક નો ચાર્જ લેતાની સાથે દારૂ બંધી ને નાથવા સુબીર તાલુકા ના તમામ નામચિન બુટલેગરો ની યાદી બનાવી બુટલેગરો ના અડ્ડા ઓ પર ઠેર ઠેર રેડ પાડી હતી જેમાં સુબીર કુખીયાત બુટલેગર મગનભાઇ સોનુભાઇ પવાર રહે સુબીર ને ઝડપી પાડી જેલ ના સળીયા પાછળ ધકેલી દેતા બુટલેગરો માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો નવરચિત સુબીર પોલીસ મથક ના નવનિયુક્ત પીએસઆઇ ડેરીયા ની સરાહનીય કામગીરી ને લોકો એ બિરદાવી હતી.