Main Menu

આહવાની નર્સિગ કોલેજના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓની છેડતી પ્રકરણે વિદ્યાર્થીનીઓ દ્વારા ધરણા પ્રદર્શન

આહવા ની નર્સિંગ કોલેજ ના શિક્ષક  દ્વારા વિધાર્થી ઓની છેડતી પ્રકરણ ના આરોપી લંપટ શિક્ષક વિપુલ શાહ એક મહિના થી  પોલીસ પકડ થી દુર રહેતા રોષે ભરાયેલ વિધાર્થીનીઓ એ સોમવારે આહવા પોલીસ મથક સામે વિધાર્થીની ઓએ ધરણા પ્રદર્શન કરી કલેક્ટર શ્રી ને આવેદનપત્ર સુપ્રત કરુ  હતુ.

આહવા નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની ઓ સાથે અઘટિત માંગણીઓ અને શારિરીક છેડ છાડ કરતા રંગીન મિજાજ ધરાવતા લંપટ શિક્ષક વિપુલ શાહ વિરુદ્ધ એક મહિના અગાઉ શારિરીક છેડછાડ નો ભોગ બનનાર વિધાર્થીનીઓ એ હીંમત દાખવી ન્યાય માટે શિક્ષક વિરુદ્ધ આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આહવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ લંપટ શિક્ષક વિપુલ શાહ વિરૂદ્ધ એફ.આઇ.આર દાખલ થતા આરોપી વિપુલ શાહ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.  છેલ્લા એક મહિનાથી પોલીસ પકડથી દૂર રહેતા. તેમજ પોલીસે તંત્ર દ્વારા આજ દિન સુધી બી.એ.સી નર્સિંગ ના વિધાર્થીનીઓ ને પોલીસ તંત્ર એ આશ્વાસન આપ્યો હતો. પણ આજ દિન સુધી આરોપી ની ધરપકડ ન થતા જાણે નરેન્દ્ર મોદી ના સશક્તિકરણ નુ ચિર હરણ થયું હોય એવુ ડાંગ ડાંગ જિલ્લાની વિદ્યાર્થીનીઓ ફલીત કરી રહી છે. જેના માટે ન્યાય ન મળતાં રોષે ભરાયેલા વિદ્યાર્થિ ની ઓએ આજ રોજ આહવા પોલીસ સ્ટેશન સામે  ન્યાય ના મળે ત્યાં સુધી ધરણાં પ્રદર્શ નુ શસ્ત્ર ઉગામ્યું હતુ જયારે આ બાબતે આહવા જનરલ નર્સિંગ જાતીય સતામણી પ્રકરણમાં રાજય સરકારના વહિવટી તંત્ર અને રાજ્ય ના નર્સિંગ પ્રતિનિધિઓ દ્વારા આ બાબતે ગંભીરતા દાખવી. વિધાર્થીનીઓ સાથે જાતીય સતામણી  કરનાર લંપટ શિક્ષક ની તાત્કાલિક ધરપકડ કરવા માટે  વિધાર્થીની ઓ સહિત વાલી મંડળ ની માંગ ઉઠવા પામી છે.

બીએસસી નર્સિંગ કોલેજ ની વિધાર્થી ની ઓએ આહવા પોલીસ  મથક ખાતે આજ રોજ ભાવુક દ્રશ્યો નજરે પડયા હતા ત્યાર બાદ વિધાર્થીની ઓ એ પત્રકારો સાથે રૂબરૂ વાતચીત કરતા જણાવ્યુ હતુ વિધાર્થીઓને જાતિય સતામણી કરનારો વિપુલ શાહ નામનો લંપટ  શિક્ષક  મોટી રાજકીય વગ ધરાવતો ઇસમ હોવાના કારણે અમારા પ્રિન્સીપાલ પણ મોન સેવી  રહયા છે  જેના માટે ભોગ બનનાર વિધાર્થીની ઓને  ન્યાય મળે એ બાબતે કોઈ પગલા ભરવા માં ન આવતા આજ રોજ ન્યાય ની માંગ સાથે તમામ વિધાર્થીઓએ લંપટ  શિક્ષક ની તાત્કાલિક ધોરણે ધરપકડ ની માંગ સાથે ડાંગ કલેકટર અને જીલ્લા  પોલીસ અધિક્ષક ને આવેદનપત્ર પત્ર સુપ્રત કરી આહવા પોલીસ મથક સામે ધરણા પ્રદર્શન કરવાનો રસ્તો અપનાવી જ્યા સુધી લંપટ શિક્ષક ની ધરપકડ ન થયા ત્યા સુધી ધરણા કરવાની ચિમકી ઉચ્ચારી હતી