Main Menu

આહવા નજીક આવેલ ધવલીદોડ ગામે કાચા મકાનમાં આગ લાગતા ગામમાં દોડધામ મચી

આહવા નજીક આવેલ ધવલીદોડ ગામે રહેતા તુળજીભાઇ સોનીયાભાઇ મહાકાળ ના કાચા મકાન ને અચાનક આગ લાગતા ગામ માં દોડધામ મચી જવા પામી હતી સદનસીબે આગ ના કારણે કોઈ મોટુ નુકશાન કે જાનહાનિ થવા પામી ન હતી

મળતી માહિતી મુજબ તાલુકા મથક આહવા નજીક આવેલા ધવલીદોડ સ્કુલ ફળીયા માં રહેતા તુળજીભાઇ સોન્યાભાઇ મહાકાળ ના પોતાના માલિકા ના કાચા મકાન ના છાપરા ના આગળ ના ભાગે મુકેલા ધાસ ના જથ્થા માં આજ રોજ બપોર ના સુમારે અચાનક આગ લાગી ભભુકી ઉઠતા ગામ માં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જયારે આ આગ ની જવાળા એ જોત જોતામાં એટલુ વિકરાળ સ્વરૂપ ધારણા કરી લેતા છાપરા પર મુકેલ ધાસ સહીત નળીયા ના ભાગ ના લાકડા જોત જોતા માં સંપુર્ણ પણે બળી ને ખાખ થઈ ગયા હતા જયારે ની ધટના ની જાણ ગ્રામ જનો ને થતા તાત્કાલીક ધોરણે ગ્રામ જનો ધટના સ્થળે દોડી આવ્યા હતા નસીબ જોગે આ ધર ની બાજુ માં પાકા મકાન નુ કામ ચાલી રહયુ હતુ જેમાં ઉપયોગ માં લેવાયેલ મોટર દ્વારા પાણી નો ભરપુર પ્રમાણ છંટકાવ કરી ગ્રામજનો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા માં સફળ રહયા હતા જયારે આ આગ પર કાબુ મેળવાતા ધર માલિક સહીત આજુબાજુ રહેતા લોકો એ હાશ કારો અનુભવ્યો હતો આ ધટના બનવા માં સદનસીબે કોઈ મોટુ નુકશાન કે જાનહાનિ થવા પામી ન હતી જયારે આ ધર ને આગ કયા કારણો સર લાગી હોવાનુ જાણવા મળેલ ન હતુ