Main Menu

ગિરિમથક સાપુતારા ખાતે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનું આયોજન

ગિરિમથક સાપુતારાના ગગનમાં ઉડશે દેશવિદેશના પતંગો જેમાં અવનવા અચરજભર્યા પતંગો ઉડાડશે. દેશવિદેશના પતંગબાજો તા.૧૧ મી જાન્યુઆરી ૨૦૧૯નાં દિવસે સાપુતારા ખાતે યોજાશે.  આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ જેમાં દેશવિદેશના  પતંગોબાજો સાથે પતંગ ઉડાવવાની મોજ માણશે.

સાપુતારાના સહેલાણીઓ ગુજરાત પ્રવાસન નિગમ તથા ડાંગ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી તા.૧૧મી ૨૦૧૯નાં રોજ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અવનવા આકર્ષણ અને અચરજભર્યા પતંગો સાથે દેશવિદેશના પતંગબાજો આ પતંગ મહોત્સવમાં પતંગ ઉડાડવાની મોજ માણશે. તેમની  સાથે સાપુતારાના સહેલાણીઓ તથા સ્થાનિક પ્રજાજનનો પણ જોડાઇને આ પતંગ મહોત્સવમાં ભાગ લેશે. ડાંગ કલેકટર બી.કે. કુમારના જણાવ્યા અનુસાર ગિરિમથક સાપુતારાના આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવમાં આ વેળા થાઇલેન્ડ, નેપાળ, સ્વીત્ઝરલેન્ડ, ફિલિપાઇન્સ, પોલેન્ડ, ઇન્ડોનેશિયા, રશિયા, યુક્રેન, ઇગ્લેન્ડ, અમેરીકા, વિયેતનામ સહિત ટૂનેશિયા જેવા દેશના પતંગબાજો તેમના કરતબ દેખાડશે તો ભારતવર્ષના ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર તામીલનનાડુ પોડિચેરી અને ઉત્તરપ્રદેશના પતંગબાજો પણ તેમની કરામત બતાવશે. ૧૧-૧-૨૦૧૯ ના રોજ સવારના ૯.૦૦ વાગ્યાથી ગવર્નર હીલ  ખાતે શરૂ થનારા સાપુતારાના પતંગ મહોત્સવ દરમિયાન મહેમાનો મહાનુભાવોના આગમન બાદ તુરત જ મહાનુભાવો પતંગબાજોના હસ્તે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્‌ઘાટન કરાશે. દેશવિદેશના મહેમાનો મહાનુભાવોનું સ્વાગત કરાશે ત્યારબાદ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે મહાનુભાવોનું ઉદ્‌બોધન અને કાર્યક્રમના સમાપન બાદ આખો દિવસ અહીં પતંગ મહોત્સવની મોજ માણવા મળશે.