Main Menu

શબરીધામ સુબિર ખાતે બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું

શબરીધામ સુબિર ખાતે આવેલ શાળાનાં બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા
શબરીધાર મંદિર ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા ખાતે સુબિર ગામમાં આવેલ છે. આ મંદિરે માતા શબરીનું ધામ તરીકે વિકસાવવામાં આવ્યું છે. સાથે સાથે મંદિરમાં ધો.૧ થી ૫ ની પ્રાથમિક શાળા અસીમાનંદજી દ્વારા આ વર્ષથી જ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ૭૭ જેટલા બાળકો અહિં જ રહીને અભ્યાસ કરે છે તેમને ડાંગ-વલસાડ ભા.જ.પ.ના પ્રભારી અશોકભાઇ ધોરાજીનાં કહેવાથી નવસારી વિજલપોર શિવાજી ચોક પાસે રહેતા અને જી.આઇ.ડી.સી.માં નોકરી કરતા પ્રવિણભાઇ ગઢવી દ્વારા સ્વેટરનું દાન મળ્યું હતું. અને બધા બાળકોને સ્વેટર આપવામાં આવ્યા હતા. સાથે સાથે મહાલ ખાતે આવેલ કન્યા છાત્રાલય ઘુળ ચોક ખાતે આવેલ સરસ્વતી શાળા તેમજ આતળ ખાતે આવેલ દ્રષ્ટિ કન્યા છાત્રાલય, સાકરપાતાળ ખાતે આવેલ કન્યા છાત્રાલય વિગેરે જગ્યાએ ધાબળા નવસારી સ્નેહ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટનાં હતા. તમામ સંસ્થાના સંચાલકોએ અશોકભાઇ ધોરાજીયા તથા દાતાઓનો આભાર માન્યો હતો.