‘ પદ્માવત’ ફિલ્મ રિલીઝના વિરોધમા અંબાજી- અમરેલી- પીપાવાવ હાઈવે ચક્કાજામ કરાયો. સાવરકુંડલાના જાબાળ ગામે કાઠી ક્ષઞિય યુવાનો આવ્યા માગોૅ પર – હાઈવે બ્લોક કયોૅ.

‘ પદ્માવત’ ફિલ્મ રિલીઝના વિરોધમા અંબાજી- અમરેલી- પીપાવાવ હાઈવે ચક્કાજામ કરાયો.
સાવરકુંડલાના જાબાળ ગામે કાઠી ક્ષઞિય યુવાનો આવ્યા માગોૅ પર – હાઈવે બ્લોક કયોૅ.
અમરેલી જીલ્લા સહિત રાજ્ય અને દેશભરમા વિવાદિત ફિલ્મ ‘ પદ્માવત’ રિલીઝ મામલે આજે અપાયેલ બંધના એલાનને ઠેર ઠેર જબરૂ સમથૅન મળી રહ્યુ છે તેવામા આજરોજ સવારના સા.કુંડલા – પીપાવાવ હાઈવે પર આવેલા જાબાળ ગામ નજીક મોટી સંખ્યામા કાઠી ક્ષઞિય યુવાનો સ્ટેટ હાઈવે પર આવી જઈ ટાયરો સળગાવી આક્રોશ સાથે ફિલ્મનો વિરોધ નોંધાવ્યો હતો.અંબાજી- પીપાવાવને જોડતા સ્ટેટ હાઈવે પર ટાયરો સળગાવાતા એક કલાક માટે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી જતા ચક્કાજામ થઈ જવા પામેલ.ઘટનાના પગલે રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી કલાકો બાદ હાઈવેને પૂવૅવત કરાયો હતો.અમરેલી જીલ્લામા આજરોજના અપાયેલ બંધના એલાનને સા.કુંડલા,ખાંભામા સજ્જડ બંધ સાથે એલાનને જબરૂ સમથૅન મળેલ.
( રિપોટૅ: સુભાષ સોલંકી)
સાવરકુંડલા

error: Content is protected !!