Main Menu

વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્તનું સુરસરીયુ

કોગ્રેંસ શાસિત વધઇ તાલુકા પંચાયતમાં બીજી વાર કોગ્રેંસના સત્તા લાલચી ચુંટાયેલા સભ્યોએ પ્રમુખ વિરૂદ્ધ ત્રણ મહિનામાં જ બીજીવાર અવિશ્વાસની દરખાસ્ત રજુઆત કરતાં કોગ્રેંસનો આંતરિક વિખવાદ ફરી વાર સપાટી પર આવ્યો છે પણ નીતિ નીયમના કારણે અવિશ્વાસની દરખાસ્ત સુરસુરીયુ થતા કોગ્રેંસના બળવાખોર સભ્યો ફરીવાર મજાકનું પાત્ર બન્યાં હતા.

મળતી માહિતી મુજઇ વઘઇની કોગ્રેંસ શાસિત તાલુકા પંચાયતમાં ત્રણ મહિનામાં કોગ્રેંસના કુલ ચુંટાયેલા ૧૨ સભ્યો પૈકી ૦૭ સભ્યોએ બળવો કરી સત્તાલાલશી સભ્યોએ ભાજપી સભ્યો સાથે મળીને કોગ્રેંસ સમર્થીત પ્રમુખ લલિતાબેન ગાવિતની વિરૂદ્ધ ત્રણ મહિનામાં બીજી વાર અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી જે અવિશ્વાસની દરખાસ્ત રજુ થતા જ કોગ્રેંસ પક્ષમાં ફરીવાર હડકમ મચી જવા પામ્યો હતો. જ્યારે આ અવિશ્વાસની દરખાસ્ત અંગેના નિતી નિયમ જાતા જ કોગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરીએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ વાંધા અરજી રજુ કરી હતી જે વાંધા અરજી ધ્યાને રાખી તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકા પંચાયત દ્વારા મુજબ અવિશ્વાસની દરખાસ્ત અંગેના નીતિ નિયમો પ્રમાણે નામદાર ગુજરાત હાઇકોર્ટના ૦૯-૦૨-૧૮ ના ચુકાદા મુજબ પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ નીચે ચુંટણી થયા બાદ એક વર્ષના સમયગાળા સુધી અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાતી નથી અને એક વખત અવિશ્વાસની દરખાસ્તના મજુર થઇ હોય જે ફરીથી ૬ મહીના સુધી અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય નહિ જે સ્પષ્ટ નામદાર ગુજરાતના હાઇકોર્ટના આદેશને ધ્યાને લઇ તાલુકા પ્રમુખ લલિતાબેન ગાવિત સામે અવિશ્વાસનો પ્રસ્તાવ નામંજુર કરવામાં આવ્યો હતો. જેને લઇ કોગ્રેંસનો ગઢ ગણાતી તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનું સ્થાપન જળવાઇ રહેતા કોગ્રેસી કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જાવા મળી હતી. જ્યારે આ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરનારા કોગ્રેંસમાંથી ચુંટાયેલા બાગી અને શિક્ષીત ૦૭ સભ્યો પંચાયતની ધારાનુ ઉલંધન કરી સતા મેળવવાની લાહીમાં બુધ્ધીનું પ્રદર્શનના કરતા બીજી વાર  ઉંઘે માથે પડતા સમગ્ર તાલુકા પંથકમાં હસીનું પાત્ર બન્યા હતા જ્યારે વારંવાર કોગ્રેસ પક્ષને નુકસાન ઉભુ કરનાર સત્તાલાલસી આવા કોગ્રેંસના સભ્યોને તાત્કાલિક નોટીશ આપીને સસ્પેન્ડ કરવા કોગ્રેંસ પ્રમુખ મોતીલાલ ચૌધરીએ પ્રદેશ સમિતિને લેખિત રજુઆત કરી હતી.