Main Menu

ડાંગ જિલ્લાના નડગખાધી ગામે દિપડાનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો

ડાંગ જિલ્લાના નડગખાધી ગામે  ગત મોડીરાત્રે બેન્ડુભાઈ ગાયકવાડ ની માલીકીની ખેતરમાં આવેલ કુવામાં દિપડાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે દિપડો શિકારની શોધમાં હોય કુવામાં પડી જતાં મોત થયુ હતું એવી માહિતી મળી છે આ બનાવની જાણ સાંજે ગાયો ચરાવતા ગોવાડીયાને થતાં બેન્ડુભાઈ ગાયકવાડ ના ખેતરમાં કુવામાં દિપડો હોવાનું ગોવાડીયાએ ગ્રામજનો ને કહેતાં દક્ષિણ ડાંગ વન વિભાગ ચિચિનાગાંવઠા રેન્જ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે