Main Menu

અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ નિમિત્તે સામન્ય જ્ઞાન પ્રતિયોગીતા યોજાઈ

આહવા કોલેજ ખાતે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ નિમિત્તે સામન્ય જ્ઞાન પ્રતિયોગીતા યોજાઈ.

આહવા
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે સુશાસાન દિવસ સામન્ય જ્ઞાન પ્રતિયોગીતાનું આયોજન કરાયું હતું જેમાં 240 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્ઞાન સભર બને તથા દેશમાં ચાલતી લોકશાહી પ્રત્યે જાગૃતા આવે તેવા ઉદેશ્ય સાથે કોલેજમાં પ્રતિયોગીતા યોજવામાં આવી જેમાં પ્રથમ ક્રમાંકે ભોયે મેહુલ તૃતિય ક્રમાંકે કોકણી હર્ષિદા તથા ક્રમે ગવળી રમણભાઈ રહ્યા હતા જ્યારે પ્રતિયોગીતામાં કોલેજના આચાર્ય ડો.એચ.કે રાઉત,પ્રો.ડી.ગાવીત તથા અન્યો પ્રધ્યાપકોની માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્પર્ધા યોજાઈ હતી