Main Menu

આર્ટ કનેક્ટ સિઝન ટુ દ્વારા realistic હેરિટેજ પેઇન્ટિંગ એક્ઝિબિશન

આર્ટ કનેક્ટ સિઝન ટુ દ્વારા realistic હેરિટેજ પેઇન્ટિંગ એક્ઝિબિશન ને શ્રીમતી બીજલ પટેલ ( મેયર, અમદાવાદ) વરદ હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું, જેમાં ૩૪ જેટલા ચિત્રકારોના પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાં જાણીતા ચિત્રકાર-મહેમાનો  નટુભાઈ મિસ્ત્રી, ફતેસિંહ વાળા,  બાબુભાઈ સોની,  અરવિંદ વાંકાણી,  મધિશ પરીખ જેવા મહાનુભાવો એ કલાકારો ને પ્રોત્સાહિત કર્યા. આ પ્રદર્શનની મુલાકાત જાણીતા કલાકારો ચિત્રકારો જે કે સુરેશ શેઠ, રતિલાલ કાંસોદરીયા અને કલા રસિકો એ પ્રદર્શન ને માણ્યો હતો. આ પ્રદર્શન માં દરરોજ જાણીતા આર્ટિસ્ટ દ્વારા લાઇવ ડેમો ૫ થી ૭ સાંજે જો શકાશે. ઓર્ગેનાઇઝર ટીમમાં અનિલ માળી, કમલેશ ગજ્જર, મયુર મિસ્ત્રી અને પ્રકાશ વર્મા એ પ્રદર્શનની સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.. સ્થળ: હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી, નવરંગપુરા, અમદાવાદ.