Main Menu

દેવાનટેમ્બ્રુન પ્રાથમિક શાળાના શિક્ષક ચિંતન પટેલની રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેર માટે પસંદગી કરાઇ

સાપુતારા,
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકમાં સમાવિષ્ટ દેવાનટેમ્બ્રુન પ્રાથમિક શાળાના શિક્ષક ચિંતન પટેલની રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેર માટે પસંદગી કરાઇ.
ડાંગ જિલ્લાની દીવાનટેમબ્રુન શાળાનાં શિક્ષક ચિંતન પટેલે શાળામાં કરેલ “ Sparking curiosity by creative learning” ઇનોવેશન પોતાની શાળાના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે ઉત્સુકતા ઉદ્‌ભવે એ માટે ઇનોવેશન હાથ ધર્યું હતું.
ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતે જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત ડાયેટ વઘઇ દ્વારા આયોજિત તારીખ ૧૮-૧૨-૨૦૧૮ થી ૧૯-૧૨-૨૦૧૮ સુધી જિલ્લા કક્ષાનો ઇનોવેશન  ફેસ્ટિવલ યોજાઇ ગયો હતો. આ ફેસ્ટિવલ સમગ્ર ડાંગ જિલ્લાનાં શિક્ષકોના વિવિધ પ્રકારના ૨૫ ઇનોવેશનની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી આહવા તાલુકાની દિવાનટેમ્બ્રુન પ્રા. શાળા ના ચિંતન પટેલનું ઇનોવેશન “ Sparking curiosity by creative learning” ની રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ માટે પસંદગી પામતાં સમગ્ર ડાંગના શિક્ષકો, અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતાં. ચિંતન પટેલની રાજ્ય કક્ષા માટે પસંદગી પામેલ હોઇ શાળા પરિવાર ખૂબ જ આનંદની લાગણી સાથે આગળ રાજય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરે એ માટે શુભેચ્છા પાઠવી રહ્યાં છે.