Main Menu

સાસરીયાના દુઃખ ત્રાસથી મરવા મજબુર પરિણીતાનો આપધાત

પરિણીતાનું મોતનું કારણ અકબેધ :પોલિસ અજાણ

પાલીતાણાના નાની રાજસ્થળી ગામે પતી, સાસુ અને સસરાના દુઃખ ત્રાસના કારણે મરવા મજબુર બની પરણીતાએ આત્મહત્યા કરી લીધી હતી જા કે, ગુનો નોંધાયા બાદ પણ પરિણિતાનું મોત ક્યા કારણસર થયુ તેનાથી પોલિસે અજાણ હોવાનું જાવા મળ્યું હતું. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર પાલીતાણા તાલુકાના ભંડારીયા ગામે રહેતા મંજુબેન વલ્લભયભાઇ ચૌહાણ (ઉં.વ ૩૫)એ પાલીતાણા રૂરલ પોસ્ટેમાં તેના જમાઇ સંજય લાભુભાઇ, લાભુ અને ચંપાબેન લાભુભાઇ (રે. તમામ નાની રાજસ્થળી, તા. પાલીતાણા) સામે ફરીયાદ નોંધાવી હતી કે તેણીના દિકરી કાજલબેનને તેણીના એક વર્ષના લગ્ન જીવન દરમિયાન તેના પતિ સંજય, સાસુ ચંપાબેન અને સસરા લાભુએ શારિરીક માનસીક ત્રાસ આપી મરવા મજબુર કરતા. કાજલબેને ગત તા.૮-૧૨ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. ઉક્ત ફરીયાદ અનુસંધાને પાલીતાણા રૂરલ પોલીસે તમામ સામે ઇ.પી.કો. ૩૦૬, ૪૯૮ (ક) ૧૧૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો જા કે કાજલબેનનું મૃત્યુ ક્યા કારણસર થયુ છે. તેનાથી પોલીસ પણ અજાણ હોવીનું જાણવા મળ્યું હતું.