Main Menu

રસોઇ બનાવવા બાબતે થયેલ ઝગડો જીવલેણ નિવડ્યો

પાલીતાણા પંથકના વાળુકડ ગામે
પતિ દ્વારા પત્નીની કરપીણ હત્યા

ચાર સંતાનોએ મૌષ્ઠામી છત્રછાયા ગુમાવી: પત્નીને લાકડીના ઘા ફટકારી મોત નિપજાવી પતિ ફરાર

પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે નજીવી બાબતની તકરારમાં પત્નીને લાકડીના ઘા ફટકારી પતીએ હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ગત રાત્રીનાં રસોઇ બનાવવા બાબતે પતી-પત્ની વચ્ચે ઝગડો થતા પત્ની રીસામણે જતા રહ્યા બાદ રક્તરંજીત ધટના ધટી હતી. જ્યારે પત્નીની હત્યા કરી શખસ ફરાર બનતા પોલિસે તેના ધરપકડના ચક્રો ગતીમાન કર્યા છે.
બનાવની જાણવા મળતી સધળી વિગતો અનુસાર મુળ છોટા ઉદેપૂરના તેજગઢના વતની અને હાલ પાલીતાણાના વાળુકડ ગામે વાડીમાં ભાગીયુ રાખી રહેતા અમીચંદ દેવસંગભાઇ નાયક અને તેમના પત્ની ગંગાબેન વચ્ચે ગત રાત્રીના સુમારે રસોઇ બનાવવા બાબતે ઝગડો થતા ગંગાબેન વાળુકડ ગામમાં જ રહેતા તેના ભાઇ દિનેશભાઇ કાળુભાઇ નાયકના ઘરે રીસામણે જતા રહ્યા હતા. દરમાયાન અમીચંદ પણ તેના સાળાના ઘરે જઇ ગંગાબેન સાથે માથાકુંટ કરી ઉશ્કેરાઇ ગંગાબેનના માથાના ભાગે લાકડીના જીવલેણ ફટકા ંમારી હત્યા કરીને પોબારા ભણી ગયો હતો.
રક્ત રંજીત ધટાનાની જાણ થતા પાલીતાણા રૂરલ પો.સ્ટે.ના પી.એસ.આઇ. સહિતનો સ્ટાફ ધટના સ્થળ પર દોડી ગયો હતો અને હત્યા વેળાએ વપરાયેલ લાકડી કબ્જે લઇ મૃતક ગંગાબેનનો કબ્જા સભાળી પી.એમ. અર્થે પાલીતાણા માનસીંહજી હોસ્પીટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે બનાવ અનુસંધાને મુળ છોટા ઉદેપૂરના વતની અને હાલ વાળુકડ ગામે રાહેતા દિનેશભાઇ કાળુભાઇ નાયકએ તેના બનેવી અમીચંદ નાયક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પાલીતાણા રૂરલ પોલીસે આઇ.પી.સી. ૩૦૨ તળે ગુનો દાખલ કરી કાનુની તજવીજ હાથ ધરી હતી. જા કે કરૂણાંતિકા તો એ હતી કે પિતાના ક્ષણ ભરના આવેશના પગલે ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. ધટનાના પગલે વાળુકડ ગાંમમા ભારે અરેરાટી છવાઇ જવા પામી છે.