Main Menu

યો યો હની સિંહના ગીત ‘મખના’નું ટ્રેલર થયું રિલીઝ

ઘણા બધા હિટ સુપરહિટ સોંગ્સ આપ્યા પછી, હવે યો યો હની સિંહ તેના નવા ગીત ‘મખના’ સાથે પાછો આવી રહ્યો છે. ટી-સીરીઝે તેના યૂટ્યૂબ ચેનલ પર મખનાનું ટ્રેલર રિલીઝ કર્યું છે. મખના યો યો હની સિંહ માટે 2018 વધુ વિશેષ બનાવી દેશે કેમકે આ ગીત સાથે ઘણા સિંગર્સ લાંબા સમય પછી પાછા ફરી રહ્યા છે.

હની સિંહ આ પહેલા ઘણા હિટ ગીતો સાથે મનોરંજન કરાવી ચુક્યો છે અને વધુમાં વધુ હિટ ટી-સીરિઝના સહયોગ સાથે હિટ આપ્યા છે. અને હવે મખના સાથે બન્ને ફરી એકવાર સાથે જાદૂ ચલાવવા તૈયારીમાં છે. અલગ અલગ દેશો, વિશેષ રૂપ થી પેરૂ અને અર્જન્ટીના શહેરમાં સંગીત પ્રત્યે લગાવ છે અને આ બાબતે હની સિંહ ઘણા મદદરૂપ રહ્યાં છે. યો યો હની સિંહ ભારતીય સંગીત ઉદ્યોગમાં તેના ગીતો અને સ્ટાઈલ દ્વારા લોકોને આકર્ષિત કરવામાં સક્ષમ છે. જ્યારબાદ હની સિંહે પ્રશંસકોના દિલો પર રાજ કર્યું છે.

ટી- સીરિઝ દ્વારા રિલીઝ કરવામાં આવેલ ગીત મખનાનું ટ્રેલર ખુબજ રસપ્રદ નજરમાં આવી રહ્યું છે. જેમા એક તરફ હીરાની ચોરી દેખાડવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ લાગી રહ્યું છે કે હની સિંહ માફિયાનો રોલ નિભાવી રહ્યા છે.આ ગીત એક રોમેન્ટિક ગીત છે જે સિંહસ્ટા દ્વારા ડિરેક્ટેડ છે જે આર એન્ડ બી સમુહના ગાયક છે . આખુ ગીત હની સિંહે અને નેહા કક્કરે ગાયું છે. મખનામાં ત્રણ ટોપ રેપર ફેનોન ધ ડોન, એલિસ્ટેયર અને શોન પણ છે

ટ્રેલરમાં હની સિંહ સાથે ટોપ મોડેલ નિધિ સુનીલ પણ જોવા મળશે જેના કારણે મખના ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ કરાવશે. હની સિંહનુ મખના હવાનાનાં ક્યૂબામાં શૂટ કરવામાં આવેલુ પહેલુ ભારતીય ગીત છે. આ ગીત 21 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહ્યું છે. જે તમારી ક્રિસમસને વિશેષ બનાવશે.