Main Menu

મુગલીસરાના પાતલિયા હનુમાનની સાલગીરી

સુરત | આજે માગસર સુદ આઠમના રોજ સુરતના મુગલીસરા વિસ્તારમાં આવેલા પાતલિયા હનુમાન મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. સાડાત્રણસો વર્ષ પહેલાં સ્વયં હનુમાનજી અહીં નિર્મલબાબાની ભક્તિને વશ થઈ પ્રગટ થયા હતા. આ નિમિત્તે મંદિરમાં આજે વહેલી સવારથી અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદીનું સાંજે આયોજન કરાયું છે. તેની સાથે સુંદરકાંડના પાઠ, હનુમાનચાલીસા અને હોમ કરવામાં આવશે.

350 વર્ષ પહેલાં સ્વયં હનુમાનજી અહીં નિર્મલબાબાની ભક્તિને વશ થઇ પ્રગટ થયાં હતાં

નિર્મલબાબાની ભક્તિનું પ્રતિક 350 વર્ષ કરતાં પાતળીયા હનુમાન મંદિર

સુરત શહેરને સાડાત્રણસો વર્ષ પહેલા ત્રણ સંતોનું રખોપું હતું. આ ત્રણ સંતોમાં મુગલસરાઈમાં નિર્મલબાબા નામના સંતની ભક્તિને કારણે પાતાળ ફાડીને સ્વયં હનુમાનજી પ્રગટ થયા હતા. જે જગ્યા આજે પાતાલિયા હનુમાન તરીકે ઓળખાય છે. આ અંગે મંદિરના ભક્ત મુકેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે હાલમાં મહંત રામદાસબાપુનાં સાંનિધ્યમાં માગસર સુદ આઠમના રોજ હનુમનાજી પ્રગટ થયા બાદ બાબાએ ચાર સ્થળે હનુમાનજીની ચોકી બનાવી હતી. તેમાં સ્ટેશનના ખાંડબજાર વિસ્તારમાં, રૂસ્તમપુરામાં, મુગલીસરા અને ઉધના દરવાજામાં ચોકી બનાવી હતી. બાબાના ભક્ત નિરંજનભાઈ ગોનાવાલાએ કહ્યું કે સુરતમાં જે કોઈ પ્રવાસી કે વેપારી આવે તે ચોકીના દર્શન કરી શહેરમાં પ્રવેશ કરતા. તે સમયે ગગલી નામની એક તાંત્રિકબાઈના આતંકથી સંતો પણ ડરતા હતા. આ અંગે સંતોએ બાબાને ફરિયાદ કરતા બાબાએ વાનરોના ટોળાને ગગલી પાસે મોકલ્યું હતું. વાનરોથી ત્રાસીને ગગલીએ બાબાની શરણમાં આવવું પડ્યું. આ સમયે ભાગાતળાવ વિસ્તારમાં ચૌટાનો લાકડાનો પુલ ઓળંગી ભક્તો મંદિરે દર્શન કરવા આવતા હતા. આ પુલની નીચે તળાવ હતું. જેથી આ વિસ્તાર ભાગાતળાવ તરીકે ઓળખાય છે.