Main Menu

2૦ વર્ષની વિદ્યાર્થીનીએ અભ્યાસ છોડી સંયમનો માર્ગ પસંદ કર્યો

તળાજા જૈન સમાજમાં યાદગાર બે ધાર્મિક પ્રસંગો ઉજવાઈ રહ્યાં છે જેથી જૈન સમાજ ધર્મમય બન્યો છે. મંગળવારે ધામધૂમ પૂર્વક સાધુ સાધ્વીજીની નિશ્રામાં ગામના આગેવાનો અને બહારગામથી આવેલ જૈન પરિવારોની વિશાલ હાજરી વચ્ચે મુમુક્ષુનો વરસીદાનનો વરઘોડો નીકળ્યો હતો. આજે બુધવાર અને ગુરુવારે ધાર્મિક કાર્યક્રમો અને સંઘ જમણ સહિતના કાર્યક્રમો યોજાશે.

અમદાવાદ રહેતા સગીતાબેન અતુલભાઈ ગાંધીના દીકરી નૂપુરબેનએ એફ્વાયબીએસસીનો અભ્યાસ છોડી 2૦ વર્ષની ઉંમરે સાંસારિક જીવનના મોહને ત્યાગી સંયમનો માર્ગ પસંદ કર્યો છે.

જેથી તેમણે તળાજા નગરમાં આવી દીક્ષા ગ્રહણ કરવામાં આવી છે. જેને લઈ મુમુક્ષુ કુમારી નુપૂર બહેનનો વરસીદાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. આ અવસરે જૈન સાધુભંગવતો સાધ્વીજીઓ , જૈન સંઘ અને ગામના આમંત્રિત મહેમાનો સાથે રહ્યા હતા. રાત્રે મુમુક્ષુને વિદાય આપવામાં આવી હતી. આજે સવારે સાત કલાકે દીક્ષાવિધિનો પ્રારંભ થયો છે.

એ ઉપરાંત તળાજાના ગાંધીચોક નજીક આવેલ દેરાસરમાં બિરાજમાન શાંતિનાથદાદા જિનાલયને 15૦ વર્ષમી સલગીરાહ પણ ઉજવવામાં આવી રહી છે. રાત્રે આઠ કલાકે ઉછામણી કરવામાં આવશે.

ગુરુવાર સવારે 7.૩૦ કલાકે શાંતિનાથદાદાના શિખરે 15૦મી ધ્વજા આરોહણ અને બપોરે 12.૩9 કલાકે શાંતીસ્નાત્રનો પ્રારંભ થશે. તળાજા જૈન સંઘમાં એકીસાથે બે બે ધાર્મિક ઉત્સવ ચાલતા હોય જૈન પરિવારો ધર્મમય બન્યા છે. પૂજ્ય સાધુ ભંગવતોની નિશ્રામાં ધાર્મિક માહોલમાં સૌ સાથે બેસી સંઘ જમણ કરી અલોકિક આનંદનો અહેસાસ કરી રહ્યાં છે.