Main Menu

બનાવટી દસ્તાવેજને લગતાં ગુન્હામાં છેલ્લાં ત્રણેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપ્યા

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા
એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ. જે સુચના મુજબ ભાવનગર,એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બુધેલ ગામ પાસેથી પસાર થતાં પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે, ઘોઘા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૫૮/૨૦૧૫ ઇ.પી.કો.કલમઃ-૪૬૫,૪૬૮ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતો ફરતો આરોપી ભાનુશંકરભાઇ ઉર્ફે બોસપરમાણંદભાઇ ધાંધલ્યા રહે.દિહોર તા.તળાજા જી.ભાવનગરવાળો ભાવનગર-તળાજા રોડ ઉપર આવેલ મામસા, સીતારામ પાન સેન્ટરપાસે હાજર હોવાની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી ભાનુશંકરભાઇ ઉર્ફે બોસ  રમાણંદભાઇ ધાંધલ્યા રહે.દિહોર તા.તળાજા જી.ભાવનગર હાલ-બ્લોક નં.બી/૩, આરાધના એપાર્ટમેન્ટ,ચાંણોદ કોલોની,વાપીવાળો હાજર મળી આવેલ.જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને ઘોઘા પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ. આમ, બનાવટી દસ્તાવેજને લગતાં ગુન્હામાં છેલ્લાં ત્રણેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં સર્વેશ્વર શાહિ, દિલુભાઇ આહિર, મહિપાલસિંહ ગોહિલ, તરૂણભાઇ નાંદવા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.