Main Menu

બોટાદ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ૪ થી ૧૮ વર્ષ સુધીના શાળા બહારના તેમજ અધવચ્ચેથી ઉઠી ગયેલ બાળકોનો સર્વે હાથ ધરાયો

બોટાદ :

બોટાદ જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ૪ થી ૧૮ વર્ષ સુધીના શાળા બહારના તેમજ અધવચ્ચેથી ઉઠી ગયેલ બાળકોનો તા. ૧૫-૧૨-૨૦૧૮ સુધી શાળા કક્ષાએ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જે અન્વયે બોટાદ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં શાળા બહારના ડ્રોપ આઉટ તેમજ કદી શાળાએ ન ગયેલ દિવ્યાંગ સહિતના બાળકો મળી આવે તો નજીકની સરકારી પ્રાથમિક શાળા, બી.આર.સી. ભવન તેમજ જિલ્લા કચેરીના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૮૯૮ પર જાણ કરવા તેમજ આ સર્વેની પ્રક્રિયામાં નાગરિકોએ સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.