Main Menu

મોટા ખોખરા ગામે તા. ૦૯ ના રોજ જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી દ્વારા આંખ નિદાન કેમ્પ યોજાશે

ભાવનગર:ગુરૂવાર: ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાનાં મોટા ખોખરા ગામે ડાભીના કુળદેવી ચામુંડા માં ના મંદિરે તા. ૦૯ ના રોજ સવારે
૯/૦૦ થી બપોરના ૧૨/૩૦ કલાક સુધી જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી, સર. ટી. જનરલ હોસ્પિટલ, ભાવનગર દ્વારા વિનામુલ્યે આંખ નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે જેનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લેવા જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટીના સભ્ય સચિવ ડો. નીલેશ પારેખ એ જણાવ્યું છે. સમાચાર સંખ્યા;૭૩૧ સમાજમાં દિકરીઓની સંખ્યા ઘટવાના કારણે જાહેરનામુ જારી કરતાં અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસ ભાવનગર;ગુરૂવાર;હાલમાં સમાજમાં દિકરીઓની સંખ્યા ઘટતી જતી હોય, જે ધ્યાને લઈ ભાવનગર જિલ્લામાં જે પી. સી. એન્ડ પી. એન. ડી. ટી. એકટ અંતર્ગત રજીસ્ટર્ડ કલીનીક ખાતે સી. સી. ટી. વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઈઝરી કમીટીની મીટીંગમાં થયેલ સુચના અનુસાર ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક મુજબ રજીસ્ટર્ડ થયેલા તમામ કલીનીક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ કલીનીક ઉપર સીસીટીવી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામુ બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (પીસી એન્ડ પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા દરખાસ્ત કરાતાં જાહેરનામું બહાર પાડવાનું જરૂરી જણાય છે. આથી હું ઉમેશ વ્યાસ (જી. એ.એસ.) અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,ભાવનગર જિલ્લો ભાવનગર ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) ના કાયદાની કલમ-૧૪૪ હેઠળ મને મળેલ સત્તાની રૂઈએ આથી હુકમ કરુ છું કે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા તમામ કલીનીક ઉપર સીસીટીવી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવાનો રહેશે. આ હુકમ તા. ૩૧/૦૧/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો અમલ જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી
(પીસી એન્ડ પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ભાવનગરએ કરાવવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. એસ. એમ. બુંબડીયા/ એન. સી. પરમાર, જિલ્લા માહિતી કચેરી, ભાવનગર.