Main Menu

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તા. ૧૫ સુધી જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે

ભાવનગર:મંગળવાર: સર્વ શિક્ષા અભિયા અંતર્ગત વિવિઘ પ્રોજેકટ કાર્યરત છે. સર્વ શિક્ષા અભિયાન ટુંક સમયમાં સમગ્ર શિક્ષા અભિયાનનાં ૫રિપ્રેક્ષ્ર્યમાં તૈયાર થવા જઇ રહયું છે, ત્યારે આ પ્રોજેકટ અંતર્ગત ૪ વર્ષથી લઇ ૧૮ વર્ષ સુઘીનાં કદી શાળાએ ન ગયેલા તેમજ અઘવચ્ચેથી શાળામાંથી ઉઠી થયેલા બાળકોનો સર્વે કરવાની તૈયારી ચાલી રહી છે. શાળા કક્ષાએથી તા.૦૪/૧૨/૨૦૧૮ થી તા.૧૫/૧૨/૨૦૧૮ સુઘી આ સર્વે
કામગીરી હાથ ઘરવામાં આવશે. સર્વેથી શાળામાં ન જનાર બાળકોની સંખ્યા ૫ણ જાણવા મળશે. પ્રાથમિક શિક્ષણ લીઘા બાદ માઘ્યમિક શિક્ષણ સુઘી ઘણા વિદ્યાર્થીઓ ૫હોંચતા નથી જેનાં કારણે ડ્રો૫ આઉટ રેશીયો વઘી રહયો છે. આ ઘટાડવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. આ બાળકોનો સર્વે કરવા માટે વહીવટી તંત્રે ટીમોનું ગઠન ૫ણ કર્યું છે. ભાવનગર જિલ્લાનાં તમામ ૧૦ તાલુકાઓમાં તેમજ સ્લમ વિસ્તારો, ૫છાત વિસ્તારો વગેરે વિસ્તારોમાં જઇને સર્વે હાથ ઘરવાની કવાયત કરવામાં આવશે. સર્વેમાં મળી આવનાર બાળકોને સ્પેશિયલ ટ્રેનીંગ મળે અને આ વયજૂથનું એક૫ણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને બાળક ફરીથી ભણવાનું શરૂ કરી પોતાનો અભ્યાસ પૂર્ણ કરે તેવા ઉમદા હેતુથી આ કાગમીરી થશે. આ સમય દરમિયાન હેલ્પલાઇન નંબર 1800-233-0854 ઓફિસ સમય દરમિયાન કાર્યરત રહેશે. જેમાં ૫ણ આ૫ની આસપાસ કોઇ બાળક મળી આવે તો તેનું નામ નોંઘાવી શકાશે અથવા આ૫ની આસપાસની નજીકની સરકારી પ્રાથમિક / માઘ્યમિક શાળામાં ૫ણ બાળકનું નામ નોંઘાવવા અપીલ કરવામાં આવે છે તેમ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સર્વ શિક્ષા અભિયાન ભાવનગરે જણાવ્યું છે. એસ. એમ. બુંબડીયા/ એન. સી. પરમાર, જિલ્લા માહિતી કચેરી, ભાવનગર.