Main Menu

બોટાદ જિલ્લાના ૭૦૪ ખેડુતોની રૂપિયા ૪૭૬.૨૯ લાખની ૯૫૨૫.૭૫ કિવન્ટલ મગફળી ખરીદી કરવામાં આવી

બોટાદ :

બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૧૮-૧૯ અન્વયે ટેકાના ભાવે મગફ્ળી ખરીદીનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે બોટાદ એ.પી.એમ.સી. ખાતેના ખરીદ કેંન્દ્ર રાખવામાં ઉપરથી તારીખ:‌‌‌ ૧૫-૧૧-૨૦૧૮ થી ટેકાના ભાવે મગફળીની ખરીદી ગુજરાત સરકાર દ્રારા શરૂ કરવામાં આવેલ છે. જેમાં બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે કુલ – ૧૪૦૯ ખેડુતો દ્વારા ઓન લાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું, જે પૈકી દરરોજ ૫૦ થી ૭૫ ખેડુતોને મગફળી વેચાણ માટે બોલાવવામાં આવે છે. મગફળી ખરીદીમાં પારદર્શકતા જળવાય તે માટે સરકારશ્રીના અલગ અલગ વિભાગ જેવા કે જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા પુરવઠા નિગમ,ખેતીવાડી શાખા, મેહુસલ વિભાગ અને પંચાયત વિભાગના અંદાજિત ૨૦ જેટલા કર્મયોગીઓ આ કામગીરીમાં રોકાયેલ છે તથા ગુણવત્તા જળવાઈ રહે તે માટે મગફળીનો ઉતારો, ભેજના ટકા વગેરે જેવા માપદંડો નું આંકલન કરીને તા. ૪-૧૨-૨૦૧૮ સુધીમાં કુલ ૭૦૪ ખેડુતોની રૂપીયા ૪૭૬.૨૯ લાખની ૯૫૨૫.૭૫ કિવન્ટલ મગફળી ખરીદી કરવામાં આવી છે અને બાકી રહેતા ૭૦૫ ખેડુતોને મગફળી વેચાણ માટે આવતા અંદાજિત દિન – ૧૦ માં બોલાવી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે, વધુમાં મગફળી વેચાણ કરેલ ખેડુતો પૈકી ૧૦૭ ખેડુતને રૂપિયા ૯૩,૮૭,૭૫૦/- નું ચુકવણું પણ કરી દેવામાં આવેલ છે