Main Menu

બોટાદ જિલ્લાના પેન્શનરો જોગ

બોટાદ :

બોટાદ જિલ્લા તિજોરી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ જે પેન્શનધારકોની નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ની પેન્શનની વાર્ષિક આવક આવકવેરાને પાત્ર થતી હોય તેઓની ઈન્કમટેક્ષની કપાત જિલ્લા તિજોરી કચેરી દ્વારા કરવાની થાય છે. આથી જે પેન્શનધારકોને આવકવેરાની કપાતમાં રાહત મેળવવાની થતી હોય તેઓએ આ માટે આવકવેરા કાયદા હેઠળ માન્ય એવા આધાર પુરાવા સાથે જિલ્લા તિજોરી કચેરી  જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૨૦/૧૨/૨૦૧૮ સુધીમાં રૂબરૂ કે ટપાલ દ્વારા મોકલી આપવા વધુમાં જણાવાયું છે.


error: Content is protected !!