Main Menu

રાણપુર તાલુકાની બહુવિધ દિવ્યાંગતા ધરાવતી વિદ્યાર્થીનીએ ફ્લોરબોલની નેશનલ ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

બોટાદ :

બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દરેક બ્લોક કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સ્પેશ્યલ એજ્યુકેટરની નિમણૂંક કરવામાં આવેલ છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના આઈ.ઈ.ડી. કો-ઓર્ડીનેટરશ્રી જગતભાઈ મારૂના માર્ગદર્શન હેઠળ રાણપુર તાલુકાના આઈ.ઈ.ડી. આર.ટી. શ્રી રાજુભાઈ ધનવાણીયા દ્વારા સ્પેશ્યલ તાલીમ મેળવી રહેલ પાણવી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી માલધારી – પશુપાલક સમાજની દિવ્યાંગ દિકરી કુ. કાજલબેન હનુભાઈ બોળીયા જે મંદબુધ્ધિ તેમજ શ્રવણક્ષતિની બહુવિધ દિવ્યાંગતા ધરાવે છે. તેણે તાજેતરમાં સ્પે.ઓલ્મ્પિક્સ ગુજરાતની ટીમ સાથે ઉત્તરાખંડમાં હરિદ્વાર ખાતેની ફ્લોરબોલ ગેમ્સમાં નેશનલ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવી બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.  કાજલબેનને બોટાદ જિલ્લાના સ્પે ઓલ્મ્પિકસ બોટાદ જિલ્લા દ્વારા ફ્લોરબોલ ગેમ્સમાં તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલ સિલેકશન કેમ્પમાં મોકલવામાં આવેલ જેમાં તેમની પસંદગી થતા તા.૨૫ નવેમ્બરથી ૩૦ નવેમ્બરના રોજ ઉત્તરાખંડ ખાતે યોજાનાર નેશનલ ચેમ્પિયનશીપ ૨૦૧૮ માં સ્પે .ઓલ્મ્પિક્સ ગુજરાતની ટીમમાંથી ભાગ લીધેલ. સર્વ શિક્ષા અભિયાન બોટાદ જિલ્લામાંથી નેશનલ લેવલમાં ગોલ્ડ મેડલ સાથે પ્રથમ સ્થાન મેળવતા તેમને બોટાદ જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એચ.એચ.ચૌધરી તથા જિલ્લા આઈ.ઈ.ડી. કો-ઓર્ડીનેટર શ્રીજગતભાઈ મારૂ, સ્પે ઓલ્મ્પિકસ બોટાદ જિલ્લા ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ મેનેજરશ્રી પ્રકાશભાઈ ભીમાણી તેમજ રાણપુર બીઆરસી કો.ઓર્ડીનેટર તેમજ આઈઈડી આરટી તરફથી શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.