Main Menu

બરવાળા ખાતે તા. ૨૬ ડિસેમ્બરના રોજ તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

બોટાદ :

બરવાળા મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બરવાળા તાલુકાનો ડિસેમ્બર –૨૦૧૮ ના માસનો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૬-૧૨-૨૦૧૮ ના રોજ ૧૧-૦૦ કલાકે મીટીંગ હોલ, મામલતદાર કચેરી, બરવાળા  ખાતે યાજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગતમાં અનિર્ણય રહેલ હોય કે જેતાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્રોની આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શક્શે આવા પ્રશ્રો માટેની અરજી તા.૧૦/૧૨/૨૦૧૮ સુધીમાં રજાના દિવસો સિવાય રોજ સવારના ૧૧-૦૦ કલાકથી બપોરના ૪-૦૦ કલાક સુધી મામલતદાર કચેરી, બરવાળા ખાતે સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.