Main Menu

13 ડિસેમ્બરે પાંચ મહાત્માઓને પદવીદાન, તેર મુમુક્ષુને મુનિપદ

પાલ ખાતે આચાર્ય કીર્તિયશસૂરિની નિશ્રામાં 1440 તપસ્વી 45 આગમોની મહાપૂજામાં ઉપસ્થિત રહેશે

શહેરના પાર્લેપોઈન્ટ સંઘમાં સ્થિરતા ધારણ કરનાર આચાર્ય કીર્તિયશસૂરિ મહારાજની નિશ્રામાં 13 ડિસેમ્બરે પાંચ મહાત્માઓને પદવીદાન અને 13 મુમુક્ષુઓને મુનિપદ અપાશે. પાલમાં આયોજિત સમારોહનો સવારે 9 કલાકે જિનશાસન મંડપમાં પ્રારંભ થશે. આ પ્રસંગે આયોજિત મહાપૂજામાં 1440 તપસ્વીઓ ઇંન્દ્ર-ઇન્દ્રાણી બની ઉપસ્થિત થશે.

શહેરના પાર્લેપોઈન્ટ જૈન સંઘમાં આચાર્ય કીર્તિયશસૂરિ મહારાજે સ્થિરતા ધારણ કરી છે. આ પ્રંસગે વિવિધ આરાધનાઓ સાથે હાલમાં ડુમસના સાઈલન્ટ ઝોનમાં ઉપધાન તપની આરાધના પણ કરાઈ રહી છે. આ પ્રસંગે શુક્રવારે આચાર્ય કીર્તિયશસૂરિ મહારાજે કહ્યું કે પ્રભુ મહાવીરના નિર્વાણ બાદ પણ 2545 વર્ષથી જૈનશાસનમાં આગમો સચવાયેલા છે. તેમાં સામાન્ય માનવીને સમજ પણ નહીં આવે તેવા આચારો, ત્યાગ અને તપશ્ચર્યાઓ દર્શાવી છે. તેમાં સાત પવિત્ર ભક્તિ કરવા યોગ્ય ક્ષેત્રોમાં જિનાગમોને ત્રીજુ ક્ષેત્ર કહ્યું છે. જિન પ્રતિમા અને જિનાલય બંનેનું સંચાલન ત્રીજા ક્ષેત્રમાં દર્શાવ્યું છે. એજ રીતે આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, ગણિ અને મુનિ જેવા પદોની વ્યવસ્થા પણ કરાઈ છે. ગુરૂકુળવાસમાં જે મહાત્માઓ પર ગુરૂની કૃપા વરસે તે પ્રમાણે આરૂઢ કરાય છે. આથી 13 ડિસેમ્બરે પાલમાં સમારોહનું આયોજન કરાયું છે. 45 આગમની પૂજામાં ચાર ચાર તપસ્વીઓના આઠ જૂથ બનાવી પૂજા કરાવાશે. આથી કુલ 1440 તપસ્વીઓ ઇન્દ્ર-ઇન્દ્રાણી બની પૂજા કરશે. જોગાનુજોગ આચાર્ય હરિભગ્રસૂરિ મહારાજે 1440 સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચ્યા છે. રાણકપુરના દહેરાસરમાં એટલેજ 1440 સ્તંભો છે.


error: Content is protected !!