Main Menu

મુંબઈમાં આયોજિત સમારોહમાં સુરતના વધુ બે મુમુક્ષુ દીક્ષા લેશે

આચાર્ય જિનચંદ્રસૂરિ અને યોગતિલકસૂરિ મહારાજની નિશ્રામાં મુંબઈમાં 13 માર્ચના રોજ આયોજિત દીક્ષા સમારોહમાં સુરતના બે મુમુક્ષુઓનો વધારો થયો છે. હાલોલામાં મુહુર્ત અપાયા ત્યારે 37 દીક્ષાઓ હતી, જેની સામે હવે 39 દીક્ષા થશે. મહારાષ્ટ્રમાં એકસાથે 39 દીક્ષાનો આચાર્ય ભગવંતોનો આ પ્રથમ પ્રસંગ હશે.
આચાર્ય યોગતિલકસૂરિ મહારાજે 11 નવેમ્બરે હાલોલમાં 37 મુમુક્ષુઓને દીક્ષાના મુહુર્ત આપ્યા હતા. તેમાં સુરતના બે વધુ મુમુક્ષુઓ જોડાતા દીક્ષાનો આંક 39 પર પહોંચ્યો હતો. આ અંગે આચાર્ય યોગતિલકસૂરિ મહારાજના શિષ્ય રવિન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે જ્યારે દીક્ષાના મુહુર્તની ઘોષણા થઈ ત્યારે 34 મુમુક્ષુઓના નામ આવ્યા હતા. 11 નવેમ્બરે જ્યારે મુહુર્ત અપાયું ત્યારે 37 મુમુક્ષુઓ થયા અને હજુ ત્રણ મહિનાની વાર છે, ત્યાં સુરતના બે મુમુક્ષુ ફરી વધ્યા છે. આ સાથે દીક્ષાર્થીઓનો આંક 37 પર પહોંચ્યોછે.
અગાઉ ચાર વર્ષ પહેલા સુરતમાં 45 દીક્ષાઓ અપાઈ હતી. આ રીતે જો દીક્ષાર્થીઓ વધતાં રહેશે તો સુરતના આંકને પાર કરી જશે. હાલના 30 મુમુક્ષુઓમાં 9 ભાઈઓ અને 30 બહેનો છે. તેમાં 2 ભાઈઓ અને 10 બહેનો સુરતના છે. તમામ મુમુક્ષુઓમાં સૌથી મોટા નરેન્દ્રભાઈ પરમાર 65 વર્ષના છે. સૌથી નાનો શ્લોક 12 વર્ષનો છે. બે વધેલા મુમુક્ષુમાં દેવાંશી મહેતા 15 વર્ષની અને ડીંકી વોહેરા 23 વર્ષની છે. આ માટે મુંબઈના બોરીવલીમાં 13 માર્ચથી વૈરાગ્યના સૂર્યોદય નામથી ઉત્સવનો પ્રારંભ કરાશે. આગામી વર્ષે આચાર્ય જિનચંદ્રસૂરિ અને યોગતિલકસૂરિ ચાતુર્માસ પણ સુરતમાં કરવામાં આવશે.