Main Menu

ભાવનગરમાં પિતાની છત્રછાયાથી વંચિત 281 લાડકડીના સમૂહલગ્ન

ભાવનગરની ધરતી પર ઐતિહાસીક 281 સમૂહલગ્ન થયા છે અને આ સર્વજ્ઞાતીના સમૂહલગ્નએ સમરસતા અને એકતાનો સંદેશો આપ્યો છે તેમ આજે રવિવારે ભાવનગર ખાતે સર્વજ્ઞાતીના ભવ્ય સમૂહલગ્નમાં ઉદબોધન કરતા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું. આ સમૂહલગ્નમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

શહેરના જવાહર મેદાન ખાતે આજે રવિવારે લખાણી પરિવાર દ્વારા મારૃતી ઈમ્પેક્ષના ઉપક્રમે લાડકડી શિર્ષક તળે સર્વજ્ઞાતીના 281 સમૂહલગ્નનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. માતા-પિતા ન હોય તેવી તેમજ ભાઈ ન હોય અથવા ભાઈ નાનો હોય તેવી ગરીબ દિકરીઓના ભવ્ય સમૂહલગ્નનુ ભાવનગરમાં પ્રથમવાર સુરેશભાઈ લખાણી દ્વારા આયોજન કરાયુ હતું.
આ સમૂહલગ્નમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ હાજ રહ્યા હતાં. સમૂહલગ્ન સમારંભમાં લોકોને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ભાવનગરમાં આજે 281 સર્વજ્ઞાતીના સમૂહલગ્નએ ઐતિહાસીક સમૂહલગ્ન થયા છે, આવા સમૂહલગ્ન જુજ થતા હોય છે. માતા-પિતા ન હોય તેવી ગરીબ અને જરૂરીયાતવાળી દિકરીઓના લગ્ન કરાવવા તે બહુ મોટી વાત છે. રૂપીયાવાળા તો ઘણા હોય છે પરંતુ ગરીબ અને જરૃરીયાત લોકોની સેવા કરવી તે સાચા શ્રીમંત છે.
મુખ્યમંત્રી વિજયભાઈએ વધુમાં જણાવ્યુ હતુ કે, સર્વજ્ઞાતીના સમૂહલગ્નએ સમરસતા અને એકતાનો સંદેશ આપ્યો છે. ગુજરાત જ્ઞાતી-જાતીથી પર છે અને સાડા છ કરોડ જનતા એક જ છે. લગ્નમાં વરરાજાને કનૈયામાં, જાનૈયાને જમવામાં અને ગોરને દક્ષિણામાં રસ હોય છે તેવી વાત લોકો કરતા હોય છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.
નવદંપતી તંબુરા જેવુ જીવન જીવે: પરેશ ધાનાણી
ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સર્વજ્ઞાતીના સમૂહલગ્નમાં હાજરી આપવા આવેલ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્યુ હતુ કે, 281 દિકરીના સમૂહલગ્નના પગલે ભાવનગરમાં આનંદની ઘટી છે. અહીં બેસેલા મહાનુભાવોની નિર્ધાર કરશે તો આગામી વર્ષોમાં 551 સમૂહલગ્ન પણ થશે. નવદંપતીએ તંબુરા જેવુ જીવન જીવવુ જોઈએ, તંબુરાનો વાયર તૂટી જાય તો તેની કીંમત રહેતી નથી અને તેનો વાયર ઢીલો પડી જાય તો સરખો તંબુરો વાગતો નથી ત્યારે તંબુરાના વાયરની જેમ અડગ રહીને જીવન જીવવુ જોઈએ.
સમૂહલગ્નના પગલે રોડ પર ટ્રાફિકજામ
સર્વજ્ઞાતીના 281 સમૂહલગ્નના પગલે શહેરના જવાહર મેદાન તેમજ આસપાસના રોડ પર સાંજના સમયે ઠેર ઠેર ટ્રાફીકજામના દર્શયો જોવા મળ્યા હતાં. સમૂહલગ્નમાં બસ, ટ્રક, ટેમ્પા, મોટરકાર વગેરે વાહનો લઈ લોકો આવ્યા હતા, જેના કારણે રોડ પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. સમૂહલગ્નના પગલે રોડ પર ટ્રાફીક ન સર્જાય તે માટે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારીઓએ ટ્રાફીક ખુલ્લો કરાવવા પ્રયાસ કર્યો હતો.

સીએમ સહિત ઉદ્યોગપતિઓ, સંતો હાજર

ભાવેણાના આંગણે આ અદ્વિતીય બની રહેનારા સર્વજ્ઞાતિય સમુહલગ્ન સમારોહમાં નવદંપતીઓને આશીર્વચન આપવા મહામંડલેશ્વર સ્વામી સ્વરૂપાનંદજી, એચ.જી. કુંડલકૃષ્ણપ્રભુજી, દીદીમા ઋતુંભરાજી ઉપસ્થિત રહેશે. આ અવસરે કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળા, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, હિરા ઉદ્યોગના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, રાજકીય અને સામાજિક મહાનુભાવો સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કરિયાવરનું લિસ્ટ

-રેફ્રિજરેટર
-વોશિંગ મશીન
-એર કૂલર
-12 જોડી કપડા
-સ્ટીલનો પલંગ
-બ્લેન્ડર
-સ્ટીલનો કબાટ
-ખુરશી નંગ-6
-પંખા
-ટીપોઇ

108નો લક્ષ્યાંક હતો પણ સંખ્યા 281ને આંબી !

ગત વર્ષે સુરતમાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવ બાદ ભાવનગરમાં પણ સર્વ જ્ઞાતિય સમુહલગ્નોત્સવ યોજવાનું નક્કી કરાતા તેમાં 108 લગ્નના લક્ષ્યાંક કરતા વધારે ફોર્મ વિતરીત થતા આયોજકો દ્વારા લક્ષ્યાંક કરતા અઢી ગણાથી વધુ દિકરીઓને આવરી લેવાઇ છે.

મુસ્લિમ સમાજની 10 દીકરીઓ પણ સામેલ

આ સર્વજ્ઞાતિય સમુહલગ્નોત્સવમાં મુસ્લિમ સમાજના 10 યુગલોનો પણ સમાવેશ થાય છે. મુસ્લિમ સમાજની આ 10 દીકરીઓની નિકાહવિધિ (લગ્ન) સંપૂર્ણપણે તેઓના પરંપરાગત રીતરિવાજ મુજબ જ કરવામાં આવશે.

સમૂહ લગ્નનું સવિશેષ

– જવાહરમેદાનને નવોઢાની જેમ ચોતરફ ચિત્તાકર્ષક સુશોભન શણગાર
– વૈભવી પાર્ટી પ્લોટના માહોલમાં સમુહલગ્નોત્સવમાં મનોહર ચોરીમંડપ
-નવદંપતિઓ અને મહેમાનો માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા
-લગ્નગીતો તેમજ કન્યાઓ માટે બ્યુટીપાર્લરની ખાસ વ્યવસ્થા
– મેગા રક્તદાન કેમ્પ, જેમાં 1000 બોટલ રક્તનો ટાર્ગેટ


error: Content is protected !!