Main Menu

કોંગ્રેસ દ્વારા સ્નેહમીલનનુ આયોજન કરવામાં આવ્યુ

રવિવારે ભાવનગર શહેરના સિદસર ખાતે જિલ્લા કોંગ્રેસના સ્નેહમીલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અગ્રણી શકિતસિંહ ગોહિલે જણાવ્યુ હતું. જિલ્લા કોંગ્રેસના સ્નેહમીલનમાં બહોળી સંખ્યામાં અગ્રણી અને કાર્યક્રરો હાજર રહ્યા હતાં.
ભાવનગર શહેરના સિદસર ખાતે રવિવારે સવારે જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્નેહમીલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કોંગ્રેસ અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતાં. આ સ્નેહમીલન દરમિયાન સંબોધન કરતા બિહારના કોંગ્રેસના પ્રભારી શકિતસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે, હાલ દેશમાં ખેડૂતની હાલત ખરાબ છે અને ભાજપના રાજમાં ભ્રષ્ટ્રાચાર વધ્યો છે તેથી પ્રજા પરેશાન છે.
આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડાએ જણાવ્યુ હતુ કે, ગુજરાત અને દેશમાં ભાજપના રાજમાં પરિસ્થિતી ખરાબ થઈ છે. ખેડૂત પણ ખુબ જ નારાજ છે. લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે તેથી કોંગ્રેસ કાર્યક્રર ઘરે ઘરે જઈ લોકોેને સાચી વાતથી વાકેફ કરે.
આ સ્નેહમીલનમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ સ્થાનીક અગ્રણી, કાર્યક્રર વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.