Main Menu

જૌનપુરના પૂર્વ સાંસદ પર આધારિત છે ‘મિર્ઝાપુર’માં પંકજ ત્રિપાઠીનું પાત્ર ?

આવું જ પાત્ર જૌનપુરના સાંસદ ધનંજયસિંહનું હતું, જેનો વિવાદો સાથે સંબંધ રહ્યો છેએક્સેલ એન્ટરટેઈનમેન્ટની અપકમિંગ વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ ટૂંક સમયમાં ઓન એર થવાની છે. આ વેબસિરીઝમાં પંકજ ત્રિપાઠી મુખ્ય પાત્રમાં છે. પંકજ ત્રિપાઠી કાલીન ભૈયાનું પાત્ર ભજવી રહ્યા છે. મિર્ઝાપુરમાં પંકજ ત્રિપાઠી ઉર્ફે કાલીન ભૈયા જે કહે એ જ કાયદો છે. મિર્ઝાપુરમાં પંકજ ત્રિપાઠીનું પાત્ર તાકાત, ડર, ક્રૂરતા, વફાદારી અને નૈતિક્તાથી ભરપૂર છે.આવું જ પાત્ર જૌનપુરના સાંસદ ધનંજયસિંહનું હતું, જેનો વિવાદો સાથે સંબંધ રહ્યો છે. એક સમય હતો જ્યારે પૂર્વ સાંસદ ધનંજયસિંહ પર 50 હજારનું ઈનામ રખાયું હતું. ધનંજય સિંહ એવા વ્યક્તિ હતા જે જુદા જુદા વિવાદોને કારણે ચર્ચામાં રહેતા હતા. મિર્ઝાપુરની રિલીઝ સમયે પંકજ ત્રિપાઠીનું પાત્ર પણ જૌનપુરના સાંસદ ધનંજયસિંહ પર પ્રેરિત હોવાનું કહેવાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પંકજ ત્રિપાઠી પોતાના કોમિક ટાઈમિંગ અને હ્યુમરસ એક્ટ સાથે દર્શકોનું મનોરંજન કરે છે. મિર્ઝાપુરમાં પંકજ પોતાના ડાર્ક રોલમાં કોમેડીનો અંદાજ પણ આપશે.મિર્ઝાપુર બે ભાઈઓની સ્ટોરી છે, જે સત્તાથી પ્રભાવિત છે. મિર્ઝાપુર એક એવી દુનિયા છે, જ્યાં નશીલી દવાઓ, હથિયારો, બંદુકો અને અયોગ્યતા છે.  મિર્ઝાપુરમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, વિક્રાંત મૈસી, દિવ્યેંદુ શર્મા, કુલભૂષણ ખરબંદા જેવા કલાકારો દેખાશે.