Main Menu

ગઢડા તાલુકાના શિયાનગર પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યકમ યોજાશે

બોટાદ :
બોટાદ પ્રાંત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ચોથા તબક્કાનો ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમ ગઢડા તાલુકાના શિયાનગર ગામ ખાતે ૧૭ નવેમ્બર સવારના ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી બોટાદ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં ગઢડા તાલુકાના શિયાનગર, ઇશ્વરીયા, નિંગાળા, નાના ઝીંઝાવદર ગામના નાગરીકો તેમની રજુઆતો સ્થળ પર રજુ કરી શકશે. આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રને લગતી અરજીઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ, મા અમૃતમ યોજના અને વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી તથા કાર્ડ ઈસ્યુ કરવા, રાજ્ય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજનાઓ
હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ, વરિષ્ડ નાગરિક્તા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાના લાભો, વિધવા સહાય અને નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી અરજીઓ બાબતે રજુઆત કરી શકાશે.આ ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમમાં જે લોકો તેમની ઉક્ત બાબતની રજુઆત કરવા ઈચ્છતા હોય તેમણે નિયત દિને નિર્ધારીતસ્થળે ઉપસ્થિત રહેવા વધુમાં જણાવાયું છે.