Main Menu

છઠ પૂજાના દિવસે ઋતિક રોશને આપી શુભકામના

છઠ પૂજા એક એવો હિન્દુ તહેવાર છે, જે યુપી બિહારમાં જબરજસ્ત રીતે મનાવાય છે. આ શુભ અવસરે અભિનેતા ઋતિક રોશને પણ છઠ મૈયાના આશીર્વાદ લઈને આ તહેવારની ઉજવણી કરી.મુંબઈના દરિયાકિનારે રહેતા ઋતિકે ટ્વિટ કરીને કહ્યું કે તેઓ દર વર્ષે દરિયાકિનારે શ્રદ્ધાળુઓની ભીડ જોતા આવ્યા છે. હાલ ઋતિક રોશન પોતાની અપકમિંગ ફિલ્મ સુપર 30માં બિહારી કેરેક્ટરની તૈયારી કરી રહ્યા છે. આ પાત્રની તૈયારીમાં ઋતિક રોશન છઠ મૈયાનું મહત્વ પણ સારી રીતે સમજી ચૂક્યા છે.આ તહેવારનું મહત્વ સમજતા ઉત્સુક ઋતિક રોશને પોતાના ઘરની આસપાસ થતા અનુષ્ઠાનો જોઈને આ તહેવાર ઉજવ્યો.છઠ પૂજાનો એક વીડિયો શેર કરતા ઋતિકે ટ્વિટ કર્યું, ‘આ મારા ઘરની બરાબર સામે જ થઈ રહ્યું છે. હું હંમેશા આ તહેવારના ઉત્સાહ અને તેનો વ્યાપ જોઈને ચોંકી જઉ છું. બિહારી પાત્ર ભજવ્યા બાદ મને છઠ પૂજાનું મહત્વ સમજાયું છે. આ વ્રત રાખનાર લોકોનું હું સન્માન કરું છું અને તમામને ખુશહાલ તેમજ સ્વચ્છ છઠ પૂજાની શુભકામના આપું છું.’ગત વર્ષે પણ ઋતિકે ટ્વિટર પર છઠ પૂજાની શુભકામના આપતા ટ્વિટ કર્યું હતું કે,’દર વર્ષે હું દરિયાકિનારે શ્રદ્ધાળુઓની ભીડ જોઉં છું. આ વર્ષે છઠ પૂજાનું મહત્વ સારી રીતે સમજી રહ્યો છું. તમામને છઠ પૂજાની શુભકામના