Main Menu

મગફળીની ટેકાના ભાવે ખરીદીનો તારીખ ૧પમી નવેમ્બ રથી શુભારંભ માટે તંત્ર સજજ

નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલ અને કૃષિ મંત્રી  આર.સી.ફળદુએ જણાવ્‍યું છે કે, રાજયમાં આગામી ૧પમી નવેમ્‍બરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે. એ માટે તંત્ર સજજ છે. રાજય સરકાર દ્વારા તમામ વ્‍યવસ્‍થાઓ પૂર્ણ કરી દેવાઇ છે. રાજયની વિવિધ માર્કેટ યાર્ડના ચેરમેનઓએ પણ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાને સમર્થન પણ આપ્‍યું છે.

આજે ગાંધીનગર ખાતે સહકાર મંત્રી  ઇશ્વરસિંહ પટેલની ઉપસ્‍થિતિમાં વિવિધ માર્કેટ યાર્ડના ચેરમેનઓની યોજાયેલ બેઠકમાં નાયબ મુખ્‍યમંત્રીએ કહયું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી કરી છે. જેના ભાગરૂપે આગામી  ૧પમીથી મગફળીની ખરીદી ટેકાના ભાવે કરાશે. આ માટે રાજય સરકાર દ્વારા ૧રર થી વધુ ખરીદ કેન્‍દ્રો કાર્યરત કરાશે. આ વર્ષે અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદી માટે નોડલ એજન્‍સી નિયત કરાઇ છે. જેના દ્વારા ખરીદી કરાશે. એ માટે સંપૂર્ણ આનુષાંગિક વ્‍યવસ્‍થાઓ, બારદાન ખરીદી, વજનકાંટાની ક્ષમતા, પૂરતા ગોડાઉનો સહિતની તમામ સવલતો ઉપલબ્‍ધ બનાવાઇ છે.

પટેલે ઉમેર્યુ છે કે, દેશના વડાપ્રધાન  નરેન્‍દ્રભાઇ મોદીએ વર્ષ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે ત્‍યારે ગુજરાત સરકાર પણ આ ક્ષેત્રે આગળ વધીને તમામ પ્રકારના પગલા લઇ રહી છે. મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ ખેડૂતોના હિતમાં અનેકવિધ પ્રયાસો કર્યા છે. વિવિધ પ્રકારના પાક ઉત્પાદનો ટેકાના ભાવે ખરીદી કરી છે અને છેવાડાના ખેડૂતો સુધી લાભો પહોંચાડયા છે.

નાયબ મુખ્‍યમંત્રી અને કૃષિ મંત્રીએ કહયું હતું કે, નાના ખેડૂતોને મદદરૂપ થવા માટે મગફળીની ટેકાના ભાવે જે ખરીદી રાજય સરકારના અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરાશે, એમાં સંપૂર્ણ પારદર્શીતાથી કામગીરી કરાશે. એફ.એ.કયુ. ગુણવત્તા ધરાવતી મગફળીને દરરોજની રપ૦૦ કીલો એક ખેડૂત દીઠ ખરીદી કરાશે તેમજ ખેડૂતોએ તેમના ઉત્પાદનની તમામ નોંધણી એક જ સમયે કરાવવાની રહેશે. પછી તેમને તબકકાવાર દિવસોએ બોલાવીને ખરીદી કરાશે. ઉપરાંત કોઇપણ ખેડૂતે એક જ માર્કેટ યાર્ડમાં એક જ વખત નોંધણી કરાવવાની રહેશે.

આ પ્રસંગે કૃષિ વિભાગના સચિવ સંજય પ્રસાદ, અન્ન નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ કમલ દયાની, પુરવઠા નિગમના એમ.ડી.  મનીષ ભારદ્વાજ, વેરહાઉસીંગ કોર્પોરેશનના એમ.ડી. સંજયનંદન તથા રજીસ્‍ટ્રાર, સહકારી મંડળીઓ  નલીન ઉપાધ્‍યાય ઉપસ્‍થિત રહ્યા હતા.



« (Previous News)