Main Menu

મોશન કન્ટેન્ટ ગ્રુપ અને ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડે જાહેર કર્યો પહેલો એવોર્ડ સમારોહ

મોશન કન્ટેન્ટ ગ્રુપની સાથે ભાગીદારીમાં ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડે પહેલીવાર શોર્ટ ફિલ્મ પુરસ્કાર ‘ક્રિટિક્સ ચોઈસ શોર્ટ ફિલ્મ એવોર્ડ્સ’ને લઈ તૈયાર છે. દેશભરમાં શોર્ટફિલ્મ નિર્માતાઓની ફિલ્મસને ઓળખવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે આ સમારોહનું આયોજન કરાયું છે. જ્યાં ભારતના સૌથી વિશ્વસનીય ફિલ્મ ક્રિટિક્સ અને મોશન કન્ટેન્ટ ગ્રુપ, WPPના વર્લ્ડ કન્ટેન્ટ ઈન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટ કંપનીનો પ્રયાસ છે

ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડના અધ્યક્ષ અનુપમા ચોપડાના કહેવા મુજબ,’શોર્ટ ફિલ્મ એક રોમાંચક અને અદ્વિતીય સ્ટોરીઝ છે. ક્રિટિક્સ ચોઈસ શોર્ટ ફિલ્મ એવોર્ડ્ઝ શોર્ટ ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓને સન્માનિત કરવા માટે છે. અમને આશા છે કે દેશના જુદા જુદા રાજ્યો અને ભાષાઓના ફિલ્મ નિર્માતા પોતાનું કામ દર્શાવશે.’

આશા, આકાંક્ષા, સંઘર્ષ અને આપણા દેશના આર્થિક પરિદ્રશ્ય પર કબજો કરવા માટે શોર્ટ ફિલ્મ ફોર્મેટ એક મહત્વનો વિકલ્પ છે. મોશન કન્ટેન્ટ ગ્રુપના અશ્વિન પદ્મનાભનના કહેવા પ્રમાણે મોશન કંટેન્ટ ગ્રુપની ભાગીદારી સાથે ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડ બનાવવ માટે ક્રિટિક્સ ચોઈસ શોર્ટ ફિલ્મ એવોર્ડઝ શોર્ટ ફિલ્મ, ફીચર અને ડોક્યુમેન્ટ્રીમાં શાનદાર કામ કરનાર લોકોને ઓળખ આપવા માટેનો મંચ છે.

વિસ્તાસ મીડિયા કેપિટલ પ્રાઈવેટ લિમિટેડની એક કંપની એનવીએસ મીડિયા, ક્રિટિક્સ ચોઈસ શોર્ટ ફિલ્મ એવોર્ડ્ઝ સાથે પણ જોડાયેલી છે. જે ભારતીય શોર્ટ ફિલ્મ નિર્માતાઓ માટે સારી વાત છે. ધ ક્રિટિક્સ ચોઈસ શોર્ટ ફિલ્મ્સ એવોર્ડ ઈવેન્ટ ડિસેમ્બર 2018માં મુંબઈમાં યોજાશે

દેશભરમાં શોર્ટ ફિલ્મ નિર્માતાઓને એવોર્ડ્ઝમાં ભાગ લેવા એન્ટ્રી કરવા માટે  www.ccsfa.co.in પર રજિસ્ટર કરવું પડશે.