Main Menu

૨૦૧૯ યુવા મહાઅધિવેશન તા. ૨૬ થી ૨૮ ઓકટોબરના હૈદરાબાદ ખાતે યોજાશે.

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં વિજય લક્ષ્ય–૨૦૧૯ યુવા મહાઅધિવેશન આગામી તા. ૨૬ થી ૨૮ ઓકટોબર દરમ્યાન હૈદરાબાદ ખાતે યોજાશે. જેમાં સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેશે. આજરોજ અમદાવાદ સાબરમતી રેલ્વે સ્ટેશનથી વિશેષ ટ્રેન મારફતે યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં ૩૫૦૦થી વધુ અપેક્ષિત યુવા મોરચાના કાર્યકર્તાઓ હૈદરાબાદ-તેલંગાણા ખાતે રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા રવાના થયેલ છે.

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સાબરમતી રેલ્વે સ્ટેશન પર કાર્યકરોને સંબોધતતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના સુવર્ણકાળની શરૂઆત થઈ ચૂકી છે. ભારત તમામ ક્ષેત્રોમાં વિકાસની નવી ઉંચાઈ સર કરી રહ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભાજપા દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી બની રહી છે ત્યારે ભાજપાના કાર્યકર તરીકે દેશહિતના કામમાં જાડાયેલા રહી આપણે સૌ કાર્યકર્તાઓ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. વિજય લક્ષ્ય યુવા સંમેલન એ સમગ્ર દેશમાં ૨૦૧૯ લોકસભામાં ભાજપાના ભવ્ય વિજયનો વિજય ટંકાર બની રહેશે. પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ પણ તેમના સંબોધનમાં ગુજરાતભરમાંથી મહાઅધિવેશનમાં ભાગ લેવા જઈ રહેલા સૌ યુવા કાર્યકર્તાઓને યુવા શક્તિ એ રાષ્ટ્ર શક્તિના મંત્ર સાથે વિદાય આપી હતી.

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સાબરમતી સ્ટેશનથી લીલી ઝંડી આપી ટ્રેનને રવાના કરી. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીઓ  ભરતસિંહ પરમાર,  કે. સી. પટેલ,  શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

તા. ૨૬ થી ૨૮ ઓકટોબરના રોજ ૨ દિવસીય રાષ્ટ્રીય યુવા મોરચાનું “અટલ યુવા મહાઅધિવેશન-વિજય લક્ષ્ય – ૨૦૧૯ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની ઉપસ્થિતીમાં યોજાનાર છે. જેમાં અનેક વિવિધ કેન્દ્રીય તથા શિર્શસ્થ નેતાઓ દ્વારા ચર્ચાઓ તથા માર્ગદર્શન આપવામાં આવશે. દેશભરમાંથી આવનારા લાખો કાર્યકર્તાઓ સાથે ગુજરાત રાજય યુવા મોરચાના ૩૫૦૦ થી વધુ કાર્યકર્તાઓ ભાગ લઇ તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યોની પ્રદર્શની પણ નિહાળશે.