Main Menu

પાલીતાણામાં હોમ હવન અને બટુક ભોજનનું આયોજન કર્યું

પાલીતાણા માં પીપરવાળી મેલડી માતા મંદિરે આંતર રાષ્ટ્રીય હિંદૂ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ તેમજ મેલડીમાતા મંદિર મિત્ર મંડળ દ્વારા હોમ હવન અને બટુક ભોજન નું કરાયેલું આયોજન….
પાલીતાણા માં તા.૨૩.૧૦.૧૮ ના રોજ તળેટી વિસ્તાર માં આવેલ આરીસા ભવન ની સામે  શ્રી પીપરવાળી મેલડી માતા મંદિરે દર વર્ષ ની જે આ વર્ષે પણ આસોશુદ (ચૌદશ) ના હોમ હવન તેમજ બટુક ભોજન (પ્રશાદિ) નું આયોજન કરવા માં આવેલ.
 આ પીપરવાળી મેલડીમાતા મંદિરે નવરાત્રી ના દિવસો દરમિયાન શ્રદ્ધાળુ મોટી સંખ્યા માં દર્શન કરવા પધારે છે અને નવરાત્રી બાદ આસોશુદ (ચૌદશ) ના હોમ હવન અને બટુક ભોજન (પ્રસાદી) નું આયોજન કરવા માં આવે છે ત્યારે આ પ્રસંગે આજુ બાજુ વિસ્તાર ના બાળકો તેમજ સ્થાનીક લોકો એ બહોળી સંખ્યા માં હાજરી આપી હતી તેમજ આ પ્રસંગે આંતર રાષ્ટ્રીય હિંદૂ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ ના કાર્યકર્તાઓ તેમજ લારી ગલાં યુનિયન ના સભ્યો તેમજ મેલડી માતા મંદિર મિત્ર મંડળ દ્વારા આયોજન કરવા માં આવેલ….


« (Previous News)
(Next News) »