Main Menu

શ્રી પાર્શ્વનાથ આસ્થા મંડળ દ્વારા ધાબળા વિતરણનું આયોજન

ગાંધીનગર  – સેક્ટર-૨૪ જૈન દેરાસર ખાતે બિરાજમાન મૂળનાયક શ્રી શીતલનાથ ભગવાનના કેવલજ્ઞાન કલ્યાણક નિમિત્તે સંઘના સભ્યો દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશમાં સુઈ રહેતા શ્રમજીવીઓ, જરૂરિયાતમંદોને રાત્રીના સમયે ધાબળા ઓઢાડવાના કાર્યનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. શ્રી પાર્શ્વનાથ આસ્થા મંડળ, સે-૨૪ ના સભ્યોએ ધાબળા વિતરણનો સુંદર લાભ લીધેલ હતો. શ્રી સંઘ લાભાર્થીઓની ભૂરી ભૂરી અનુમોદના કરે છે.


error: Content is protected !!