Main Menu

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે એમઓયુ પર સહી કરવામાં આવી

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેનો એકત્રિપક્ષીય અને એકદ્વિપક્ષીય એમ કુલબે એમઓયુ પર સહી કરવામાં આવી.

શ્રી મનસુખ માંડવિયા રોડ ટ્રાન્સપોર્ટઅને હાઈવે, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ રાજ્યમંત્રી, ભારત સરકાર અને શ્રી અલીશર શદમનોવ, સ્વાસ્થ્ય મંત્રી, ઉજ્બેકિસ્તાન ગણરાજ્યએ એમઓયુ પરસહી કરી

ભારત અને ઉઝબેકિસ્તાન બંને દેશો વચ્ચે તારીખ ૧લી ઓક્ટોબર-૨૦૧૮નાં રોજ મહત્વનાં બે જુદા-જુદા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવેલ છે. આ કરાર પર ભારત તરફેથી કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ તથા ઉઝબેકિસ્તાન તરફથી તેના સ્વાસ્થ્ય મંત્રી શ્રી અલીશર શદમનોવ તરફથી હસ્તાક્ષર કરવામાં આવેલ છે.

આ કરારોમાં ફાર્માસ્યુટિકલ અને બાયો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝનાં વિકાસ તથા અંદરોઅંદર વેપાર તથા સહકાર વધારવા અંગે કરવામાં આવેલ છે.

આ એમઓયુથીબંને દેશોદ્વારા ઉઝબેકિસ્તાનનાં એડીજાન ક્ષેત્રમાં ઉઝબેક–ભારતીય ફ્રી ફાર્માસ્યુટિકલ ઝોન (FPZ)ની સ્થાપના કરવા માટે સંમતિ થઇ, જેમાં મોટી સંખ્યામાં પ્રોત્સાહન પૂરું પાડી અને પ્રાથમિક આવશ્યકતાઓને સુવિધાજનક બનાવી નવી ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરવા માટે સુવિધા મળશે. એનાથી બંને દેશો વચ્ચેદવા બનાવવાનો કાચો માલસામાન(APIs) સહીત દવા ઉત્પાદનોની ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ માટે વેપાર રજીસ્ટ્રેશનપ્રક્રિયા, કાનૂની અને નિયમન આવશ્યકતાઓ ઉપર જાણકારી માટે આદાન-પ્રદાનની સુવિધા મળશે.

બંને દેશો મેડિસિનલ પ્લાન્ટ્સ અને ટ્રેડીશન મેડિસિન્સનાં કાચા માલની પ્રોસેસ પેકેજીંગ સામગ્રી તથા દવાઓનાં નવા આધુનિક ઉત્પાદન ક્ષમતાઓ માટે નિર્માણ માટે પણ સહમત થયા છે.

આ એમઓયુ ફાર્માઉત્પાદનોનાં સંશોધન અને વિકાસનાં ક્ષેત્રો માટે ભારત અને ઉઝબેકિસ્તાનની વચ્ચે સહયોગનાં સ્તરે વધારોતથા ભારતીય ફાર્માસ્યુટિકલ અનેબાયોફાર્માસ્યુટિકલ્સ કંપનીઓને ફ્રી ફાર્માસ્યુટિકલ ઝોન(FPZ) માંરોકાણ કરવા માટે મદદ્દ કરશે.

આ એમઓયુ ભારતનાં માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી અને ઉઝબેકિસ્તાન ગણરાજ્યનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શાવકાત મીર્ઝીયોયેવ નીઉપસ્થિતિમાં સહી કરવામાં આવેલ હતી.

 


error: Content is protected !!