Main Menu

હોટ અને સેક્સી ફોટો શુટ કરાવી રહી છે

ખુબસુરત વાણી કપુર હવે ચર્ચામાં રહેવા માટે તૈયાર

અભિનેત્રી વાણી કપુરને પણ હવે ફિલ્મો હાથ લાગી રહી નથી. જેથી તે ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. નિર્માતા નિર્દેશકોનુ ધ્યાન દોરવાના તેના પ્રયાસો સફળ થઇ શકે છે. તે વધારે બોલ્ડ અને સેક્સી ફોટો પણ રજૂ કરી રહી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે. બોલિવુડની ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે. બેફિક્રેમાં હાલમાં જ નજરે પડેલી અભિનેત્રીએ કહ્યું છે કે, તે ઇચ્છે છે કે અફવા સાચી પડે અને તે આગામી સમયમાં બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે કામ કરી શકે. એક કાર્યક્રમમાં વાણી કપૂરે આ મુજબની વાત કરી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વાણી કપૂરને લઇને એક ફિલ્મ શાહરુખ ખાન સાથે બનાવવાની હિલચાલ ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે. પોતાની આગામી ફિલ્મો અંગે પૂછવામાં આવતા ૨૮ વર્ષીય અભિનેત્રી વાણી કપૂરે કહ્યું હતું કે, કોઇપણ યોજના હજુ તૈયાર થઈ નથી. પટકથામાં હાલ તે અભ્યાસ કરી રહી છે. તેની પાસે કેટલીક ફિલ્મોની ઓફર આવી છે. બેફિક્રે ફિલ્મને મળેલા પ્રતિસાદ અંગે વાત કરતા વાણીએ કહ્યું હતું કે તે માને છે કે, બેફિક્રે ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાક લોકોએ આ ફિલ્મને પસંદ કરી છે જ્યારે કેટલાક લોકોએ ફિલ્મને પસંદ કરી નથી. ફિલ્મમાં પોતાના જુદા રોલ અંગે પુછવામાં આવતા વાણીએ કહ્યું હતું કે, પટકથા ઉપર તમામ બાબતો આધારિત રહે છે.

અનેક ફિલ્મોની ઓફર થઇ હોવાનો વાણી કપુરનો દાવો