Main Menu

150મી ગાંધી જયંતી ઉજવણી

મહુવા તાલુકાની આંગણકા પ્રાથમિક શાળામાં ગાંધીજીની 150 મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે શાળામાં
બાળકોની સ્વચ્છતાના સૂત્રો ગાંધી બાળ ગીતો, રેલી સ્વરૂપે નીકળી ગામલોકોને સ્વચ્છતા સંદેશ પાઠવી શાળામાં સર્વ
ધર્મ પ્રાર્થના, રામધૂન, વૈષ્ણવજન ભજન, ડાહ્યા ત્રણ વાંદરા બાલગીત, સત્યના પ્રયોગોની પ્રેરક વાતો,
સ્વચ્છ શાળા,સ્વચ્છ ગામ, હાથ ધુઓ, વગેરે વિષય પર ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઇ
હતી. બાળકો અને શિક્ષકોએ પ્રાર્થનાસભામાં કરી હતી. આમ શાળામાં ગાંધી જયંતીની સુંદર
રીતે ઉજવણી થયેલ.