Main Menu

કોંગ્રેસની અનઆવડત કે સંકલનના અભાવે ન્યાય સમિતિને પણ ભાજપના ખોળે બેસાડી !

ભાવનગર જિ.પં.ના સામાજીક ન્યાય સમિતિન ચેરમેન તરીકે બી.જે.સોસા વરાયા

ભાવનગર જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે હતી. પરંતુ કોંગ્રેસના અમુક સભ્યોનો સાથ લઇને જિલ્લા પંચાયતમાં ભાજપની બોડી બેસાડવા ભાજપ સંગઠન સફળ રહ્યું હતું. છતા સામાજીક ન્યાય સમિતિ કોંગ્રેસ પાસે રહે તેવી પરિસ્થિતિ હતી. પરંતુ કોંગ્રેસના સંગઠનની આળસ, અનઆવડત કે સંકલનના અભાવે ન્યાય સમિતિને પણ ભાજપના ખોળે બેસાડી.
ભાવનગર જિલ્લા પંચાયતના સામાજીક ન્યાય સમિતિમાં કુલ પાંચ સભ્યોની છે. તેમા બી. જે. સોસા અને જયાબેન મારૂ બંને કોંગ્રેસના ચુંટાયેલા સભ્યો છે, જ્યારે ભાજપના શૈલેષ પટેલ એકમાત્ર ભાજપના ચુંટાયેલા સભ્ય છે, તેમજ કોપ સભ્ય તરીકે શશીકાંત ભોજ અને ભરત નૈયારણ છે.
પરંતુ પંચાયત ધારાના નિયમ મુજબ ફક્ત ચુંટાયેલા સભ્ય જ મતદાન કરી શકે તેથી ફક્ત ત્રણ સભ્યો મતદાન અને ઉમેદવારીનો અધિકાર હતો. તેમાં કોંગ્રેસ પાસે બે મત અને ભાજપ પાસે એક મત હતો. તેથી ન્યાય સમિતિ કોંગ્રસ પાસે જ રહેવી જાઇએ, પરંતુ તેવુ થયુ નહીં અને ફક્ત પોતાના જ બે સભ્યોને સમજાવવા કોંગ્રેસ સંગઠન નિષ્ફળ રહ્યું, અને બંને કોંગ્રેસના સભ્યોએ ચેરમેન તરીકે ઉમેદવારી નોંધાવી અને બંનેનું સંકલન ન થતા કોંગ્રેસના સભ્ય બી. જે. સોસાને ભાજપના સભ્ય શૈલેષ પટેલનો મત મળતા તેમની ચેરમેન તરીકે ચુંટાયા હતા. અને કોંગ્રેસે ન્યાય સમિતિ પ્રેમથી ભાજપમાં ખોળે બેસાડી.
અંતર્ગત મળતી માહિતી મુજબ કોંગ્રેસના સભ્ય બી. જે. સોસા પહેલેથી જ જિલ્લા ભાજપ અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા અને મહુવાના ધારાસભ્ય અને જિલ્લા પંચાયત સભ્ય આર. સી. મકવાણાના સંપર્કમાં હતા.



« (Previous News)