Main Menu

પાલીતાણા તાલુકાની 33 ગ્રામ પંચાયત ઉપર શાંતીપૂર્ણ મતદાન

પાલીતાણા, તા.27
પાલીતાણામાં 46 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી. જેમા 33 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આશરે 70 ટકા મતદાન થયુ. રાણપરડા(ખારા) અને સેંજળીયા ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ કારણોસર મોકુફ રહી હતી. ઠાડસ, માયધાર, લાપાળીયા, માનવડ(હડ.) પાંચપીપળા, લીલીવાર, વડીયા, મોખડકા, ભારાટીંબા-ઓવનપુર, ખાખરીયા, નોંઘણવદર, કુંભણ-અનિડા, ખીજડીંયા(નો.), નવાગામ, સમઢીયાળા(મું.), જામવાળી, પીંપરડી, ભાદાવાવ, સગાપરા, રંડોળા, ભંડારીયા, નાના-મોટા ગરાજીયા, ડુંગરપુર, અનિડા(લાખા.), ભુતિયા,, ઘેટી, આદપુર, દુધાળા, નાનીમાળ, વાળુકડ , આંકોલાળી, જાળીયા(આંકો.) રતનપર જેમ 33 ગ્રામ પંચાયતના મુખી નિમવાના હોય મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. રાજપરા(ઠા.), મેંઢા, મોતીસરી, મોટી રાજસ્થળી, બોદાનાનેસ, પાંડેરીયા, વડાળ, સાતાનાનેસ, લાખાવાડ, ચોંડા, જમણવાવ કુલ 11 ગ્રામ પંચાયત સમરસ થઈ. જેમાં આશરે 70 ટકા મતદાન થયું શાંતી પૂર્ણ રીતે ભારે ઉત્સાહથી ચૂંટણી યોજાઈ.