Main Menu

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરીવાર વૃદ્ધિ

નવી દિલ્હી,તા. ૪
પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલમાં આસમાને પહોંચી રહી છે. ઇંધણની કિંમતમાં અવિરત વધારો થવાના કારણે ડોલરની તુલનામાં રૂપિયાની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં લીટરદીઠ પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૮૦ રૂપિયા સુધી છે. જ્યારે ડિઝલની કિંમત પણ નવી ઉંચી સપાટી પર છે. મુંબઇ અને ચેન્નાઇ જેવા શહેરોમાં પેટ્રોલની કિંમત ૮૦ રૂપિયા પ્રતિ લીટરથી પણ ઉપર પહોંચી ગયા છે. દિલ્હીમાં ડીઝલની કિંમત ૭૧ રૂપિયા પ્રતિ લીટરથી વધારે છે. મુંબઇ અને ચેન્નાઇમાં આની કિંમત ૭૫ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઇ છે. ડીઝલની કિંમતમાં સતત થઇ રહેલો વધારો મુશ્કેલીમાં મુકે છે. ક્રુડ ઓઇલની કિંમત પણ વધી રહી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો થતા હાલત કફોડી બની રહી છે. સામાન્ય ચૂંટણી નજીક છે ત્યારે કિંમતોમાં વધારો મોદી સરકારની ગણતરી ઉંઘી વાળી શકે છે. કારણ કે લોકો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધતા ભાવના કારણે પરેશાન છે. આંતરરાષ્ટ્રીય પરિબળો આના માટે મુખ્યરીતે જવાબદાર છે પરંતુ ભાવમાં વધારાને કાબુમાં લેવા માટે સરકારને પગલા લેવાની જરૂર દેખા રહી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં અવિરત વધારો કરવામાં આવી રહ્યો છે. સતત ૧૦માં દિવસે કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત ૧૬ પૈસા પ્રતિલીટર વધી ગઈ હતી. આવી જ રીતે પેટ્રોલની કિંમત પ્રતિલીટર હવે ૭૯.૩૧ રૂપિયા છે. દિલ્હીમાં ડિઝલની કિંમતમાં ૧૯ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આની સાથે જ ડીઝલની કિંમત ૭૧.૩૪ રૂપિયા પ્રતિલીટર થઇ ચુક્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૮૬.૭૨ રૂપિયા પ્રતિલીટર છે અને કોલકાતા અને ચેન્નાઈમાં ક્રમશઃ ૮૨.૨૨ અને ૮૨.૪૧ રૂપિયા પ્રતિલીટર છે. ૧૬મી ઓગસ્ટ બાદથી હજુ સુધી પેટ્રોલની કિંમતમાં બે રૂપિયાથી વધારેનો વધારો કરાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં ૨.૪૨ રૂપિયા પ્રતિલીટરનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આ કેલેન્ડર વર્ષમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ક્રમશઃ ૧૩ ટકા અને ૧૯ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેલની કિંમતોમાં વધારો થવા માટે આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે. સાથે સાથે ડોલરની સરખામણીમાં રૂપિયામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયામાં ૨.૨૫ રૂપિયાનો ઘટાડો થયો છે. ડોલરની સરખામણીમાં રૂપિયો ૭૧થી પણ નીચે પહોંચી ગયો છે જે હજુ સુધીની સૌથી નીચી સપાટી છે. આની સીધી અસર આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર થઇ રહી છે. આયાત પર આની અસર થઇ રહી છે. પેટ્રોલિયમ કંપનીઓને વધારે નાણાં ખર્ચ કરીને ઓઇલ ખરીદવાની ફરજ પડી રહી છે. રૂપિયામાં ઘટાડાના પરિણામ સ્વરુપે તેલ કંપનીઓને ક્રૂડ માટે ડોલરમાં ચુકવણી કરવા માટે વધારે નાણા ખર્ચ કરવા પડી રહ્યા છે. છેલ્લા એક પખવાડિયામાં ક્રૂડની કિંમતમાં સાત ડોલર પ્રતિબેરલનો વધારો થયો છે. ઇરાન ઉપર અમેરિકી પ્રતિબંધના પરિણામ સ્વરુપે આની સીધી અસર થઇ છે. ઇરાનની તેલ નિકાસ ઘટી છે જેના પરિણામ સ્વરુપે ઉછાળો આવી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં તંગદિલી પણ કારણરુપ છે. યમનમાં સાઉદી અરેબિયાના નેતૃત્વમાં ગઠબંધન સેના હુતિ બળવાખોરો સામે કાર્યવાહી કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત ૭૧ ડોલર પ્રતિબેરલ પહોંચી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલ ઉપર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી લાગૂ કરે છે જ્યારે રાજ્ય સરકારો વેટ અને અન્ય સેસ લાગૂ કરે છે. પેટ્રોલ અને ડીઝલ કિંમત ખર્ચમાં આશરે બે ગણો થઇ જાય છે. પેટ્રો પેદાશો ઉપર ટેક્સમાં ઘટાડો થાય તો ગ્રાહકોને રાહત મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત વચ્ચે લોકો આગામી દિવસોમાં પણ વધુ મુશ્કેલીનો સામનો કરી શકે છે. કારણ કે, પેટ્રોલ અને ડીઝલ સાથે સંબંધિત અન્ય ચીજવસ્તુઓની કિંમતમાં ઉલ્લેખનીય વધારો થઇ શકે છે.



(Next News) »