Main Menu

ઓનલાઇન સર્વેક્ષણમાં નરેન્દ્ર મોદી દેશની પ્રથમ પસંદગી છે

નવી દિલ્હી,તા. ૪
દેશના ૭૧૨ જિલ્લાને આવરી લઇને કરવામાં આવેલા ઓનલાઇન સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આશરે ૪૮ ટકા લોકો દેશને આગળ લઇ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ લીડર તરીકે પસંદ કરે છે. એક નેતા તરીકે મોદી પર તમામ લોકો વિશ્વાસ ઉતારી રહ્યા છે. સર્વેમાં ૫૭ લાખ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. આ સર્વેની કામગીરી રાજકીય રણનિતીકાર પ્રશાંત કિશોર સાથે જાડાયેલા ગ્રુપ ઇÂન્ડયન પોલિટિકલ એક્સન કમિટી દ્વારા કરવામાં આવ્યા બાદ તેના તારણ જારી કરવામાં આવ્યા છે. નેશનલ એજન્ડા ફોર્મ હેઠળ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રશ્નનો જવાબ આપનારને ૯૨૩ નેતા પૈકી એક વિકલ્પ પસંદ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. સર્વેમાં મોદી પ્રથમ સ્થાને રહ્યા છે. જ્યારે રાહુલ ગાંધી બીજા સ્થાને રહ્યા છે. રાહુલ ગાંધીને માત્ર ૧૧ ટકા મત મળ્યા છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલને ૯.૩ ટકા મત મળ્યા છે. અખિલેશને સાત ટકા મત મળ્યા છે. સર્વેમાં તમામ બાબતોને આવરી લેવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે સર્વેના તારણ ભાજપ માટે ચોક્કસપણે રાહત લઇને આવ્યા છે. કારણ કે મોદીના કેટલાક કઠોર નિર્ણયના કારણે લોકોને ભારે પરેશાની થઇ છે. જેમાં પહેલા નોટબંધી, ત્યારબાદ જીએસટીનો સમાવેશ થાય છે. મોદીની લોકપ્રિયતા મતદારોમાં અકબંધ રહી છે. એક લીડર તરીકે લોકો તેમને પસંદ કરી રહ્યા છે. ઓનલાઇન સર્વેમાં કેટલીક શરત રાખવામાં આવી હતી. જેને પાળીને તમામ પ્રશ્નોના જવાબ એકત્રિત કરવામાં આવ્યા હતા. વસ્તીના એ હિસ્સા સુધી પહોંચવાનો હેતુ હતો જે ઇન્ટરનેટ પર વધારે સક્રિય છે. મોદીના પગલાથી મોટા ભાગે સંતુષ્ટ પણ છે.



« (Previous News)