Main Menu

અમદાવાદ જિલ્લાના બાવળના એસ એમ પટેલ વિદ્યામંદિરમા ભુલકાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

બાવળા : નાના બાળકોમાં રહેલ સર્જનાત્મક શક્તિઓ  બહાર આવે તથા બાળકો ની અભિનય શક્તિ ખીલે તેવા ઉમદા હેતુ થી બાવળા શહેરના એસ એમ પટેલ વિદ્યામંદિર ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમા નાના ભૂલકાઓ દ્વારા વિવિધ મહાપુરુષો, ઐતિહાસિક પાત્રોની વેશભૂષા રજૂ કરવામાં આવી હતી.  જેમાં એસ એમ પટેલ વિદ્યામંદિર તથા જી. એસ. પટેલ બાલમંદિરના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ વેશભૂષાઓ માથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રમુખ સ્વામી મહારાજ, રંગબેરંગી ટોપીવાળો, ઝાંસી ની રાણી સહિતની વેશભૂષા એ ખાસ્સું આકર્ષક જમાવ્યું હતું.  આ કાર્યક્રમમા બાવળા કેળવણી મંડળ ના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,  શાળા ના આચાર્ય ૠચાબેન, શિક્ષકો, વાલીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  શાળાના શિક્ષકો દ્વારા બાળકોને વિવિધ વેશભૂષાઓ ની ખાસ તૈયારીઓ  કરાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શાળા ના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.