Main Menu

પાલીતાણા ખાતે તિરંગા યાત્રા નિકળી

 

14મી ઓગષ્ટના દિને એટલે કે અખંડભારત સ્મૃતિદિને પાલીતાણા ખાતે ભવ્ય તિરંગાયાત્રા નીકળી હતી. પાલીતાણા ખાતે 1107 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા તિરંગાને પાલીતાણાની સ્કૂલ તથા કોલેજની 1200 બહેનો શહેરના માર્ગો પર લઇને નીકળી હતી.અને અનેરો દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.
પાલીતાણા ખાતે જેસીઆઈ દ્વારા એક ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકુર વિદ્યાલય ખાતેથી આ તિરંગાયાત્રાના પ્રારંભ થઈ પાલીતાણા હાઈસ્કુલ ખાતે સમાપ્ત કરાઈ હતી.
આ તિરંગાયાત્રા સાથે બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાન, સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વેગ મળે તેવી થીમ સાથે પણ જોડવામાં આવી છે.



(Next News) »