Main Menu

ભાવનગરના ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુને રાજ્યપાલ સહિતનાએ વિદાય આપી

આજે તા. ૧૨ ઓગષ્ટે દેશના ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુ સહિતના મહાનુભાવોના હસ્તે ભાવનગરના નારીથી અધેલાઈ સુધીના ૩૩ કીલોમીટર લંબાઈના રૂપિયા ૮૨૦ કરોડના ખર્ચે બનનારા  આર. સી. સી. ના ચાર માર્ગીય રસ્તાના કામનું ખાતમુહુર્ત કરાયુ હતુ આ કાર્યક્રમ પુર્ણ થયા બાદ ભાવનગરના એરપોર્ટ ખાતે થી દેશના ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુને રાજ્યપાલશ્રી ઓ. પી. કોહલી,કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા, માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, ગ્રુહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવે, પ્રદેશ ભા. જ. પ. પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ, મ્યુ. કમિશ્નરશ્રી એમ. એ. ગાંધી, રેન્જ આઈ જી, જિલ્લા પોલીસ અધિક્ષક એરપોર્ટ ઓથોરીટીના ડાયરેકટર સુશ્રી સુધા મેડમ  સહિતના મહાનુભાવોએ  ભાવભરી વિદાય આપી હતી.