Main Menu

રાણપરડાને આદર્શ ગામ બનાવવાના બદલે ગામને વલ્લભભાઈ ટોપીને વેચી દેવાયું ?

(પ્રતિનિધિ દ્વારા)ચેલેન્જર, પાલીતાણા : સરકાર એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વેરઝેર ઉભા ન થાય અને સરકારી ખર્ચ ઘટાડવા સાથે સમરસ બનાવવાના પ્રયત્ન હોય છે. પરંતુ ભાવનગરના સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળે દત્તક લીધેલા પાલીતાણાના રાણપરડા આદર્શ ગ્રામ તરીકે પસંદ કરાયેલ. તે ગામ સમરસ તો નહીં બન્યું પણ સરપંચના ૪ ફોર્મ અને કુલ ૧૭ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તે બધા ફોર્મ પાછા ખેંચી પાલીતાણાના રાણપરડા ગામની  જે આદર્શતા હતી તે પણ ધોવાઈ જવા પામી છે. અને આંતરીક દ્વેષભાવ સપાટી પર આવ્યો હતો.
કર્ણોપકર્ણ સાંભળવા મળ્યા મુજબ રાણપરડા ગામને ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા દત્તક લઈ આદર્શ ગામ બનાવવા માટે પસંદ કરાયેલ અને આ યોજના ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ. પરંતુ સાંસદ ડો.ભારતીબેન દ્વારા ભારત સરકારના કામને ગામના દાતાશ્રી વલ્લભભાઈ ટોપીને એટલા ટોપ ઉપર રાખવામાં આવેલા કે રાણપરડા ગામનો વિકાસ વલ્લભભાઈ ટોપી કરી રહ્યાં છે. તેવી જ ચર્ચા ગામજનોમાં થઈ રહી છે. તેમાં સરકારનું કશું નથી. તેથી ગામમાં વલ્લભભાઈ ટોપીનું એટલું પ્રભુત્ત્વ વધ્યું છે કે, રાજાશાહી વખતે ગામનો રાજા કહે તે જ થાય તેવી રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ રાણપરડા ગામના કહેવાતા રાજા વલ્લભભાઈ ટોપી બની ચૂક્યા છે. તેના કહેવા પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. તેને પ્રેમ અથવા ગમે તે નીતિ પ્રમાણે ફોર્મ પાછા ખેચાવી લેવામાં આવ્યા છે. અને લોકશાહીનું ખુન કરી દેવામાં આવ્યું છે. ભાવનગરના  સાંસદ દ્વારા સરકારના વિકાસના બદલે દાતાઓના વિકાસ પુરૂષો રજુ કરી લોક પ્રતિનિધિત્ત્વનું સરેઆમ અપમાન કરેલ છે. હવે તો વલ્લભભાઈ ટોપી નક્કી કરે ત્યારે રાણપરડામાં ચૂંટણી થશે અને સરકારી તંત્રએ પેટા ચૂંટણી યોજવા માટે સરકારની નોકરી કરવાના બદલે વલ્લભભાઈ ટોપીની નોકરી કરશે. તેવો ઘાટ બનવા પામશે.


error: Content is protected !!