Main Menu

રૂ.૬,૫૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડતી ભાવનગર,એલ સી બી

ગઇ તા.૦૪/૦૮/૨૦૧૮ કલાકઃ-૨૦/૩૦ વાગ્યે ફરિયાદી શ્રી ભરતભાઇ ધનજીભાઇ ગોહેલ રહે. અકવાડા તા.જી.ભાવનગરવાળાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે,તે હિરાની ઓફીસમાં નોકરી કરે છે.તેઓને તેનાં શેઠે નિર્મળનગર,માધવ રત્ન કોમ્પ્લેકસમાં આવેલ આંગડિયાની ઓફિસમાંથી રૂ.૬,૫૦,૦૦૦/-લઇ આવવાનું કહેલ.જેથી ફરિયાદી પોતાનું એકટીવા સ્કુટર રજી.નં.GJ-01-PC 3985 લઇને માધવરત્ન કોમ્પ્લેકસમાંથી આંગડીયા પેઢીમાંથી રૂ.૬,૫૦,૦૦૦/- લઇને પોતાનાં એકટીવા સ્કુટરની ડીકીમાં મુકી નિર્મળનગર પાસે આવેલ શ્રીનાથજી પાણીપુરીવાળાને ત્યાં પાણીપુરી ખાવા ગયેલ.ત્યાર પછી ઓફીસ પહોંચતા ડીકીમાં મુકેલ રૂ.૬,૫૦,૦૦૦/- મળી આવેલ નહિ.જે અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ.આ ગુન્હાની તપાસ વી.એ.જાડેજા પો.સબ ઇન્સ.,નિલમબાગ પોલીસ સ્ટેશન,ભાવનગરનાંઓને સોંપવામાં આવેલ આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ઉપરોકત ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી.આ બનાવ અંગે ટેકનીકલ સેલની મદદ પણ લેવામાં આવી.આ ગુન્હો કરવાની રીત અમદાવાદની છારા ગેંગની હોવાની માહિતી આધારે પોલીસ ઇન્સ.,એલ.સી.બી., ભાવનગરનાંઓ સ્ટાફનાં માણસો સાથે અમદાવાદ ખાતે છારાનગર, કુબેરનગરમાં તપાસ કરવા માટે ગયેલ.તેઓનાં અંગત બાતમીદારોને સક્રિય થઇ આ ગુન્હામાં સંડોવાયેલ ઇસમો બાબતે ફળદાયક હકીકત આપવા જણાવેલ.આ દરમ્યાન પોલીસ અધિક્ષક શ્રી,ભાવનગર નાંઓએ આ ગુન્હાની તપાસ નિલમબાગ પોલીસ સ્ટેશનથી એલ.સી.બી.,ભાવનગરને સોંપી ગુન્હો શોધી મુદ્દામાલ રીકવર કરવા માટે જણાવેલ.
આજરોજ વહેલી સવારનાં પોલીસઇન્સ . શ્રી , એલ . સી . બી ., ભાવનગરનાંઓને તેઓનાં અંગત બાતમીદાર મારફતે હકીકત મળેલ કે, ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ બે માણસો મુદ્દામાલ સાથે અમદાવાદ તરફથી ભાવનગર નારી ચોકડી ઉતરીને ખોડિયાર મંદિર તરફ જવાનાં છે.જેમાં એક માણસે પીળા કલરનો શર્ટ તથા કોફી કલર જેવું પેન્ટ તથા બીજા માણસે આછા ગુલાબી-સફેદ કલરની ઉભી લાયનીંગવાળો શર્ટ તથા ગ્રે-સફેદ કલરની ચોકડીવાળું પેન્ટ પહેરેલ છે.જે હકીકત આધારે તેઓની નારી ચોકડી પાસે વોચમાં રહેતાં ઉપરોકત વર્ણનવાળા (૧) કિરીટભાઇ પુનમભાઇ ઇન્દ્દેકર ઉ.વ.૩૮ ધંધો-છુટક મજુરી રહે.ફ્રિ કોલોની ચાલી,કુબેરનગર, છારાનગર,અમદાવાદ (૨) કમલેશ અતુલ કોડેકર ઉ.વ.૨૨ ધંધો-છુટક મજુરી રહે.સીંગલ ચાલી,સત્યનારાયણ દુધ સામેની ગલી, કુબેરનગર,છારાનગર, અમદાવાદવાળા રોકડ રૂ.૬,૫૦,૦૦૦/- ભરેલ કાપડની થેલી સાથે મળી આવેલ.તેઓએ ઉપરોકત ગુન્હાની કબુલાત કરતાં તેઓની ગુન્હામાં ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે.
આમ,ભાવનગર,એલ.સી.બી. ટીમે ચાર દિવસ પહેલાં ભાવનગર,નિર્મળનગર પાસે એકટીવા સ્કુટરની ડિકી તોડી તેમાંથી રૂ.૬,૫૦,૦૦૦/-ની થયેલ ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં કિરીટભાઇ પંડયા, મહિપાલસિંહ ગોહિલ, તરૂણભાઇ નાંદવા, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.



(Next News) »