Main Menu

તરતા આવડે તો સંસારસાગર તરવો મુશ્કેલ નથી.

આજે ચેન્નઇ ધર્મશાળા પાલિતાણામાં ધર્મદેશનાનો તો સુંદર અવસર હતો. આ અવસરે પૂ.આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું, આ સંસાર એક સાગર જેવો છે. તેમાં ચારેય બાજુ પાણી છે. જા આ પાણીમાં તરતા આવડે તો જ બીજા કિનારે પહોંચી શકાય, નહીં તો આ સાગરમાં ડુબી જવું પડે. ડુબી ગયા પછી વ્યક્તિનું નામ નિશાન રહે નહીં. માટે સંસારમાં તરતા આવડવું જ જાઇએ. ભૌતિક આકર્ષણો, અનૈતિક લાલચો ઓ માનવને ફસાવી દે છે. તેથી તે તરી શકતો નથી. તરી ન શકાય તો પાણી ડુબાડી જ  દે. ડુબી ગયા પછી માનવના દુઃખ નો પાર નથી રહેતો. ઘણીવાર તો ડુબી ગયા બાદ તેના અસ્તિત્વનો જાણે નાશ જ થઇ જાય છે. માટે સંસારથી તરતા આવડવું જાઇએ. ખરાબ વિચારો, ખરાબ આચારો, હલકાવાણીવિલાસો માનવને તારવાના બદલે ડુબાડતા હોય છે. પણ જેઓ જાગૃત છે તેઓ ગમે તેવા આકર્ષણો હોવા છતાં લોભાતા નથી. પરિણામે અનેક દુઃખ દર્દથી ભરેલાં સંસાર એમને કશું કરી શકતો નથી. માટે રોજ શાસ્ત્રનું વાંચન કે શાસ્ત્રનું શ્રવણ કરતાં રહેવું જાઇએ. રોજ રોજ ભગવાનનો ઉપદેશ સાંભળવાથી આપણે સંસારસાગરમાં તરી શકીએ છીએ. તરતા ના આવડે તો આપણે શું બીજાને દુઃખમય સંસારથી બચાવી શકીએ ? બસ, નકકી કરો, સંસાર ગમે તેવો દર્દમય હોય તો તરી જવાનું છે. એમાં ડુબવાનું નથી.